Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૈલાશ માનસરોવરના યાત્રાળુ માટે ચીન નાથુ-લાનો રસ્તો ખોલશે

- ગયા વર્ષે ચીને નાથુ-લાનો રસ્તો બંધ કરતા અસંખ્ય યાત્રાળુઓ ફસાયા હતા

- રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી.કે.સિંહે લોકસભામાં જવાબ આપ્યો : સુષ્મા સ્વરાજના પ્રયાસોથી ચીન રસ્તો ખ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

કૈલાશ માનસરોવરના યાત્રાળુ માટે આ વર્ષે ચીન નાથુ-લાનો રસ્તો ખોલશે. આ અંગેની જાહેરાત રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. ગયા વર્ષે દોકલામનો વિવાદ થતાં ચીને અધવચ્ચેથી માનસરોવરની યાત્રાનો આ માર્ગ બંધ કર્યો હતો. કૈલાશ માનસરોવર ભારતના યાત્રાળુઓ માટે ખૂબ જ મહત્વનું તીર્થસ્થાન છે. એ માટે ચીન બે માર્ગે પ્રવાસ માટે પરવાનગી આપે છે. તેમાંથી સૌથી સુગમ અને સરળ માર્ગ નાથુ-લા ઘાટનો છે.

ગયા વર્ષે દોકલામ વિવાદ થતા અચાનક ચીને અવળચંડાઈ કરીને અસંખ્ય પ્રવાસીઓને રોકી રાખ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયની દરમિયાનગીરી છતાં આખરે ચીને એ રસ્તો અધવચ્ચે બંધ કરી દીધો હતો. એટલું જ નહીં, બે યાત્રાસંઘને નિરાશ થઈને નાથુ-લાથી પાછા ફરવું પડયું હતું. લોકસભામાં એક સવાલના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી.કે. સિંહે માહિતી આપતા કહ્યું હતું કે આ વર્ષે ચીન ભારતના યાત્રાળુઓ માટે નાથુ-લાનો રસ્તો ખોલશે.

તેમના કહેવા પ્રમાણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પ્રયાસોથી ચીન આ રસ્તો ખોલવા સંમત થયું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીનની યાત્રાએ ગયાં ત્યારે તેમણે માનસરોવરની યાત્રા માટે નાથુ-લાનો રસ્તો ખોલવાની રજૂઆત કરી હતી. એ પછી ચીન તે રસ્તો ખોલવા માટે તૈયાર થયું હતું.

જુનથી સપ્ટેમ્બર દરમિયાન થનારી આ યાત્રા માટે ચીન અને ભારતે જરૃરી તૈયારી શરૃ કરી છે. કૈલાસ પર્વતની યાત્રા માટે ભારતમાંથી અસંખ્ય યાત્રાળુઓ તૈયાર થાય છે. ચીન મર્યાદિત સંખ્યામાં પરવાનગી આપે એ પછી બે માર્ગે કૈલાસ પર્વત સુધી ભારતીય યાત્રાળુઓ પહોંચી શકે છે. એ યાત્રા માટે સરકાર સત્તાવાર નોંધણીની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરશે એવું પણ વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું.

Post Comments