Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોકલામ વિવાદ પર ચીની સૈનિકોએ ભારત વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી

- સૈનિકોની આવી માંગથી ચીની સરકાર નારાજ

- ચીન અને ભારત પાડોશી દેશ છે દુશ્મન નહીં- મેજર જનરલ

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2017 ગુરુવાર

ભારત અને ચીન વચ્ચેનો ડોકલામ વિવાદ લગભગ અઢી મહિના ચાલ્યા બાદ હવે તેનો ઉકેલ લાવી દેવાયો છે એટલે કે ભારત અને ચીનના ડોકલામ વિવાદનો અંત આવી ગયો છે.

ચીનના સૈનિકોએ ડોકલામ વિવાદ વિશે ભારત વિરુધ્ધ મિલિટ્રી એક્શનની માંગણી કરી છે. જોકે આવી માંગ કરનાર ચીની સૈનિકો ઉપર ચીનની સરકાર નારાજ છે. આ બાબતનું નિવેદન પીપલ્સ લિબરેશન આર્મીના મેજર જનરલને આપ્યું હતુ.

પીપલ્સ લિબરેશન આર્મીના મેજર જનરલે પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારત વિરોધી ટીકા કરનારા લોકોને ચીનની રણનીતિની સ્થિતિની કોઈ સમજણ નથી.

ચીનનું અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ચીની આર્મીના રણનીતિકાર મેજર જનરલ કિયાઓ લિઆંગે લખ્યું કે ભારત અને ચીન બંને પાડોશી અને વિરોધી છે પરંતુ બધાં વિરોધઓને દુશ્મનની નજરથી જ જોવા ના જોઈએ.

જોકે પીએલએના વરિષ્ઠ અધિકારી ચીનની સત્તાની નજીક હોવાના માનવામાં આવે છે અને એવું પણ કહી શકાય કે ચીનની સરકારના ઈશારા ઉપર આ પ્રકારે નિવેદન આપ્યુ હોય. ચીનની સરકાર પર ભારતના વિરુધ્ધ કાર્યવાહી ન કરવાને લઈને દબાણ છે.

ચીનના સૈનિકો તેમની સરકાર પર આ વાતને લઈને નારાજ છે કે સરકારે ડોકલામ વિવાદ પર ભારતના વિરુધ્ધ કાર્યવાહી ન કરવાનું સમાધાન કેમ કરી લીધુ.

Post Comments