Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: BJP સાંસદે રાહુલ ગાંધીને ગણાવ્યા મંદબુધ્ધિ

- સાંસદ સરોજ પાંડેની જીભ લપસ્યા બાદ કોંગ્રેસનો હોબાળો

- સાંસદે શું કહ્યું પોતાના વક્તવ્યમાં.....

રાયપુર,તા. 22.જુન, શુક્રવાર

ઉટપટાંગ નિવેદનો કરવામાં ભાજપના નેતાઓ પણ પાછળ રહેતા નથી.હવે ભાજપના સાંસદ સરોજ પાંડેની જીભ લપસી છે.રાજ્ય સભાના સાંસદે છત્તીસગઢના દુર્ગમાં યોજાયેલા એક સંમલેનમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મંદબુધ્ધિ કહીને વિવાદ સર્જયો છે.

જે રીતે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને નીચ કહ્યા હતા અને હોબાળો મચ્યો હતો તેવો હોબાળો આ નિવેદન પર કોંગ્રેસ મચાવે તો નવાઈ નહી હોય..

સંમેલનમાં હાજરી આપનાર સરોજ પાંડેએ મોદી સરકારની ચાર વર્ષની સફળતાઓને ગણાવવાનુ શરૃ કર્યુ હતુ,જોકે સાંસદ એ પછી એટલા ઉત્સાહમાં આવી ગયા હતા કે તેમણે રાહુલ ગાંધીને લપેટામાં લઈ લીધા હતા.

સરોજ પાંડેએ કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ જે રીતે વાત કરે છે તે જોતા એવુ લાગે છે કે આટલા મોટા હોદ્દા પર બેઠેલો માણસ હજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે..જો 40 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ માટે એવુ કહેવાતુ હોય કે તે શીખવાનો પ્રયત્ન કરે છે તો તે મંદબુધ્ધિ જ કહેવાય.

Post Comments