Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરહદની સુરક્ષા માટે કેન્દ્રનું બેહૂદું વલણ : 'સુરક્ષા પ્લાન' ધૂળ ખાય છે!

- કાશ્મીરીઓ પર દમન અને પાક. જોડે 'સીઝ ફાયર' : આ કેવી નીતિ

- લશ્કરની સર્વેઇલન્સ સિસ્ટમ કરતાં ખાનગી કંપનીઓની ટેકનોલોજી વધુ સજ્જ

સૈનિકો પાસે નાઇટ વિઝન કેમેરા અને લેટેસ્ટ સાધનો પણ નથી
સર્જિકલ સ્ટ્રાઇક વખતના લે. જનરલ હૂડાની હતાશા

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

ભારતે જેના નિરીક્ષણ હેઠળ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઇને સપ્ટેમ્બર ૨૮-૨૯, ૨૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે લેફ્ટેનન્ટ જનરલ ડી.એસ.હુડા  નિવૃત્ત થઇ ગયા હોઈ તેમણે મોકળા મને જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને પડતી પારાવાર મુશ્કેલી અને કેન્દ્ર સરકારની આઘાતજનક નિષ્ક્રિયતાના સંદર્ભમાં નિડર કોમેન્ટ રેડિફ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી. જેના મુખ્ય અંશો ચોંકાવનારા છે.

* લશ્કરી કેમ્પની સુરક્ષા માટેનો સંપૂર્ણ પ્લાન અમે બે-ત્રણ વર્ષ પહેલાથી કેન્દ્ર સરકારને આપી ચૂક્યા છીએ. એક પછી એક હુમલા થતા રહે છે પણ નવીદિલ્હીથી કંઇ આગળ વધતું જ નથી. પઠાણકોટ જેવો હુમલો થાય એટલે તરત જ ફાઈલ થોડી આગળ વધે પણ ફરી એની એ જ ઉદાસિનતા તે પછી જોવા મળે છે.

* સરહદ પરની સેનાને તેમની રીતે સ્વબચાવ કે વ્યુહાત્મક હુમલો કરવાની કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી નથી અપાતી. સૈનિકને પાવર આપવો અનિવાર્ય છે. તેવી જ રીતે સેનાની સુરક્ષા માટે વધુ સવલતો, શસ્ત્રો અને નાણાની ફાળવણી થવી જોઇએ. અમે જે લશ્કરી કેમ્પ અને જ્યાં તેમના કુટુંબીઓ રહે છે તે ગેરીસનના રક્ષણ માટે કઇ રીતની  સેનાની વ્યુહાત્મક ગોઠવણી  હોવી જોઇએ અને કઇ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ તેની પુરેપુરી બ્લુપ્રિન્ટ કેન્દ્ર સરકારને આપી છે.જેનો કોઇ ખાસ પ્રતિભાવ નથી.

* પાકિસ્તાન તરફથી જ આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે તે આપણે જાણીએ છીએ. તમને દૂર બેઠા ખબર ના પડે પણ હજારો કિલોમીટરની ભેદી અને અટપટી સરહદો હોય તેમાં માઈનસ ડીગ્રીમાં દર ૧૦૦ મીટરે એક સૈનિક તો ના જ ઉભો રાખી શકાય. આપણે સૈનિકોનો  દર વખતે દોષ કાઢીએ તે યોગ્ય નથી. વિશ્વની કોઈ સેના આવી વિષમ પરિસ્થિતિમાં આ રીતે આ હદે હવામાનમાં ખડે પગે રહી ના શકે. માત્ર શારિરીક રીતે જ સુરક્ષા માટે ટેકનોલોજી જોઇએ. આપણે અન્ય બોર્ડર પણ સાચવવાની છે તે ના ભૂલવું જોઇએ.

* આથી જ અમે કેન્દ્ર સરકાર સમક્ષ સરહદ ફરતે મહત્તમ સેન્સર ફેન્સિંગ બનાવાય તેવી રજૂઆત કરી છે. આ ઉપરાંત દુશ્મનોથી ઘુસણખોરી પર નજર રાખવા અત્યારે તો કેટલી બધી નાઇટ કેમેરા વીથ મોશન ડિટેકશન સીસ્ટમ અને કમ્યુનિકેશનના લેટેસ્ટ સાધનો ઉપલબ્ધ છે પણ અમારીપાસે તે નથી.

* તમને જાણીને આઘાત લાગશે પણ ભારતીય સેના કરતા તો ખાનગી કંપનીઓ પાસે વધુ ચઢિયાતી ટેકનોલોજીસભર સર્વેલન્સ સીસ્ટમ છે. અમારી આવી ટેકનોલોજી સજ્જતાની માંગની ફાઈલો પણ ધૂળ ખાઈ રહી છે.

* પઠાણકોટ એરબેઝ પરના આતંકી હૂમલાની તપાસ જનરલ ફિલિપ કામ્પોસ કમિટિએ કરી હતી. તેઓએ પણ કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર તેમજ સરહદો પરની સુરક્ષા માટેની યોજના કેન્દ્ર સરકારને સુપ્રત કરી હતી. અમને વ્યક્તિગત રીતે પણ લશ્કરી કેમ્પની અને સેના પરનાહુમલા ખાળી શકાય તે માટેની યોજના જણાવવાનું કહેવાયું હતું. અમે ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ પોતપોતાની રીતે આવી યોજના મોકલાવી જ છે પણ તેમાં કંઇ હલચલ જ નથી. હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે રૃ. ૧૪૦૦ કરોડ આ માટે ફાળવાશે. ખરેખર બે વર્ષ પહેલા જ યોજના અમલમાં મુકી દેવા જેવી હતી.

*  જમ્મુ-કાશ્મીરના સૈનિકો માત્ર સરહદ પર જ ખડે પગે નથી રહેતા પણ તેઓને દિવસ દરમ્યાન સરકારી લશ્કરી અને શારિરીક ફીટનેસની ટ્રેનિંગમાં હાજર રહેવું પડે છે. બપોરે તેઓને વહીવટી ઓફિસ કામ પણ કરાવાય છે અને રાત્રે માઇનસ ડીગ્રીમાં ખડા કરાય છે. તેઓ પાસે નથી કોઈ લડવાની સ્વતંત્ર સત્તા કે નથી તેવા ટેકનોલોજીની મદદ કે સરહદ પર હિલચાલ થાય તો કમ સે કમ સેન્સર થતા 'બીપ' જેવો અવાજ કે લાલ બત્તીનો સંકેત આવે.

* આપણે જાણીએ જ છીએ કે આ બધા આતંકવાદીઓ પાકિસ્તાન સરહદેથી આવે છે. હું યુદ્ધ માટેની માનસિકતા નથી ધરાવતો પણ પાકિસ્તાન પર દબાણ વધે તેવા કડક પગલા લેવાવા જ જોઇએ. ક્રોસ બોર્ડર સ્ટ્રાઈક કરતા જ રહેવી જોઇએ.

* કાશ્મીરીઓ પર દમન અને પાકિસ્તાન સાથે આતંકી હૂમલા છતા જાણે યુદ્ધ વિરામની સંધી  તેવી કેન્દ્ર સરકારની વ્યૂહ રચના સૌથી નિરાશાજનક અને ભારે નુકશાનકારક પુરવાર થઇ રહી છે. જ્યાં સુધી કાશ્મીરના નાગરિકોમાં ભારત વિરોધી ઝેર, અજંપો હશે ત્યાં સુધી પાકિસ્તાન મુછમાં મલકાતાં જોર જમાવતું રહેશે. કાશ્મીરીઓની ભારત પ્રત્યેની વધતી જતી ધૃણા પાકિસ્તાનની જીત છે. આતંકવાદીઓને પણ આ જ કારણે આશ્રય મળતો રહેશે.

* ખરેખર ભારતે કાશ્મીરીઓને તેમના કરવાના છે  તમામને પાકિસ્તાની માનવામાં આવે છે તેને લીધે તેઓની માનસિકતામાં વધુ નકારાત્મકતા ફેલાશે. કાશ્મીરીઓનો વિશ્વાસ જીતીશું તો પાકિસ્તાન મૂંઝાશે, ગૂંગળાશે. રાજૌરી, પૂંચ જેવા મુસ્લીમ પ્રભાવિત વિસ્તારો પણ ઉગ્રવાદ પસંદ નથી કરતા. પાકિસ્તાન જોડે સખત અને કાશ્મીરી જોડે કુણું વલણ રાખવું જોઇએ. ખરેખર અત્યારે ઉલટું છે.

* માની લો કે અમને કેન્દ્ર સરકારે રૃ ૧૫૦૦ કરોડ ફાળવ્યા છે પણ અમારા સુધી તે નથી પહોંચતા. જે પણ રકમ ફાળવાય છે તેમાંથી ભારત-પાક. સરહદ પરની કેમ્પ, ગેરિસન માટેના જ તે નથી હોતા. અન્ય ખર્ચ પણ તેમાંથી કરવાના રહે છે. ખરેખર આ માટે ફૂલ ફ્લેજડ પ્રોજેક્ટ અને ફંડ હોવું જોઇએ. માત્ર જાહેરાત કરવાથી કાંઈ ન થાય. કેન્દ્ર સરકાર સેનાનીઓને 'એડવાઇઝરી' આપતું રહે છે પણ સેનાની જાણે જ છે કે આતંકવાદી ક્યાંથી આવે છે તેઓને ટેકનોલોજી અને લડવાની સ્વતંત્રતાથી સજ્જ કરો પછી જુઓ કેવું પરિણામ આવે છે.

Post Comments