Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CBIએ પાંચ બેંક પાસે નિરવ મોદીના વિદેશી વ્યવહારોની વિગત માંગી

- PNB કૌભાંડમાં પાંચ બેંકની વિદેશી શાખામાં CBI તપાસ

- નિરવ મોદીએ 80:20 યોજનાનો પણ દુરુપયોગ કર્યો હતો, સંસદીય સમિતિએ ED, IT, કસ્ટમ પાસે વિગતો મેળવી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2018, સોમવાર

પંજાબ નેશનલ બેંકના રૃ. ૧૧,૪૦૦ કરોડના કૌભાંડમાં સીબીઆઈએ આજે પાંચ બેંકો પાસે નોસ્ટ્રો ખાતાને લગતી માહિતી માંગી છે. બેંકો વિદેશી વેપારના વ્યવહારો સરળતાથી કરવા વિદેશ સ્થિત બેંકોમાં  વિદેશી કરન્સી રાખે તેને નોસ્ટ્રો એકાઉન્ટ કહેવાય છે.

સીબીઆઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલ્લાહાબાદ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને એક્સિસ બેંકને પત્ર લખીને કુલ ૨૯૩ લેટર્સ ઓફ અન્ડરટેકિંગની માહિતી માંગી છે. આ તમામ એલઓયુ નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી છેતરપિંડીથી ઇસ્યૂ કરીને ઉપરોક્ત બેંકોમાંથી જંગી ભંડોળ મેળવ્યું હતું. આ તમામ બેંકો એન્ટવર્પ, ફ્રેન્કફર્ટ, મોરેશિયસ, હોંગકોંગ અને બહેરિન જેવા દેશોમાં શાખા ધરાવે છે. નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ અહીંના બેંક શાખાઓમાં પણ ગેરકાયદે આર્થિક વ્યવહારો કર્યા હતા.

બીજી તરફ, પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં તપાસ કરવા સંસદીય સમિતિ પણ રચવામાં આવી છે. આ સમિતિએ આજે રેવન્યૂ સેક્રેટરી સહિત ઈડી, આઈટી અને કસ્ટમના ઉચ્ચ અધિકારીઓને તપાસ અંગેની માહિતી મેળવવા બોલાવ્યા હતા.

આ સમિતિએ તમામ અધિકારીઓ પાસે માહિતી માંગી હતી કે, નિરવ મોદી અને મેહુલ ચોક્સી સહિતના આરોપીઓએ સોનું આયાત કરવાની ૮૦:૨૦ યોજનાનો કેવી રીતે લાભ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ૨૦૧૩માં આ યોજના જાહેર કરી હતી. આ યોજનાનો હેતુ સોનાની આયાત પર કાબૂ રાખવાનો હતો.

Post Comments