Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામ નામે ભાજપ તરશેઃ રાષ્ટ્રપતિ પદ માટે દલિતનેતા 'રામનાથ'

- ભાજપે બિહારના રાજ્યપાલ રામનાથ કોંવિદની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરી

- ભાજપનું દલિતકાર્ડ : નવ વડાપ્રધાન આપનારા ઉ. પ્રદેશમાંથી આવતા કોવિંદ બીજા દલિત રાષ્ટ્રપતિ બની શકે છે

- નવ વડા પ્રધાન આપનારા ઉ. પ્રદેશમાંથી આવતા કોવિંદ બીજા દલિત રાષ્ટ્રપતિ બની શકે છે : વ્યવસાયે વકીલ રહી ચુકેલા કોવિંદ આરએસએસ સાથે પણ સંકળાયેલા છે

-  વ્યવસાયે વકીલ રહી ચુકેલા કોવિંદ સંઘ સાથે સંકળાયેલા છે
નવી દિલ્હી, તા. ૧૯
એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉ. પ્રદેશના દલિત સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને આ પદ માટે પસંદ કર્યા છે. ઉના અને સહારનપુર દલિત અત્યાચાર        બાદ દલિત સમાજનો એક મોટો વર્ગ સત્તામાં બેઠેલા નેતાઓથી નારાજ છે. આ સ્થિતિ વચ્ચે દલિત ચેહરાને આ પદ માટે પસંદ કરીને વિપક્ષને પણ મંુજવણમાં મુકી દીધો છે.

૭૧ વર્ષીય રામનાથ કોવિંદ હાલ બિહારના રાજ્યપાલ છે અને વર્ષોથી ભાજપ તેમજ આરએસએસ સાથે સંકળાયેલા છે. વળી રામનાથ કોવિંદને લઇને કોઇ મોટો વિવાદ પણ નથી તેથી વિપક્ષને વિરોધ કરવાનો કોઇ મોકો મોદીએ આપ્યો નથી. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે કોઇ આરએસએસનો મોટો ચેહરો કે ભાજપના નેતાઓ જેમ કે એલ.કે. અડવાણી અથવા મુરલી મનોહર જોષીના નામમાંથી કોઇને પસંદ કરવામાં આવશે પણ મોદીએ દલિત સમાજમાંથી આવતા અને બહુ ઓછા ચર્ચામાં રહેલા રામનાથ કોવિંદને પસંદ કરીને આશ્ચર્ય સર્જ્યુ છે.

રામનાથ કોવિંદ બોલવામાં પણ શાલીન મનાય છે અને વિવાદોથી સાથે તેમનો કોઇ વધુ સબંધ નથી રહ્યો. હાલમાં જ પૂર્ણ બહુમત સાથે જે ઉત્તર પ્રદેશમાંથી ભાજપે જીત મેળવી છે ત્યાંના કાનપુરથી આવતા રામનાથ કોવિંદ જોકે આરએસએસનું બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે. તેઓ આરએસએસની શાખાઓમાં પ્રમુખ પદે લાંબા સમય માટે કામ કરી ચુક્યા છે.

રામનાથ કોવિંદની પસંદગી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે કોવિંદ એક પ્રતિભાશાળી રાષ્ટ્રપતિ સાબીત થશે. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કોવિંદ ગરીબો, દલિતો અને વંચીતો માટે એક મજબુત આવાજ બની રહેશે. કોવિંદ પાસે કાયદાનો અનુભવ છે તેમજ બંધારણની પણ જાણકારી હોવાથી રાષ્ટ્રને લાભ થશે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશે દેશને અત્યાર સુધી નવ વડા પ્રધાન આપ્યા છે જોકે પહેલી વખત ઉત્તર પ્રદેશમાંથી આવતા કોવિંદને રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ૭૧ વર્ષીય કોવિંદની પસંદગી પાછળનું એક કારણ દલિત તો છે જ આ ઉપરાંત ઉ. પ્રદેશને પણ ધ્યાનમાં રખાયું છે. કે જ્યાં હાલમાં જ ભાજપે બહુમત સાથે સરકાર બનાવી છે.

આ રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન
રાષ્ટ્રપતિ માટે સાસંદો, ધારાસભ્યો મતદાન કરે છે. મતદાન સમયે ધારાસભ્ય જે રાજ્યનો હોય તે રાજ્યની વસતીને ધ્યાનમાં રખાય છે. રાજ્યોની વસતીને જે તે રાજ્યના ધારાસભ્યો વડે ભાગવામાં આવે છે. જે આંકડો બહાર આવે તેને ૧૦૦૦ વડે ડિવાઇડ કરાય છે. અને જે આંકડો મળે તે તેજ રાજ્યના ધારાસભ્યનો વોટ વેઇટેજ ગણાય છે. બાદમાં બધા જ રાજ્યોના ધારાસભ્યોના મતના વેઇટેજને જોડવામાં આવે છે. આ સામુહીક વેઇટેજને રાજ્યસભા-લોકસભાના સાંસદોની કુલ સંખ્યાથી ડિવાઇડ કરાય છે. જે આંકડો આવે તેને એક સાંસદના મતનું વેઇટેજ ગણવામાં આવે છે.


રામનાથ કોવિંદ વીશે જાણવા જેવી ૧૦ બાબતો
-ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૧ ઓક્ટોબર, ૧૯૪૫માં જન્મ
-કાયદાનો અભ્યાસ કર્યો છે તેમજ બંધારણ વિશે સારી એવી જાણકારી ધરાવે છે
-વ્યવસાયે વકીલ અને ભાજપના અનુસુચીત જાતિ મોર્ચાના પ્રમુખ રહી ચુક્યા છે
-કાનપુર યુનિ.માંથી બી.કોમ  અને એલએલબીનો અભ્યાસ કરેલો છે
-૧૯૭૭થી ૧૯૭૯ સુધી દિલ્હી હાઇકોર્ટમાં વકીલાત કરી
-સુપ્રીમ અને હાઇકોર્ટ મળી કુલ ૧૬ વર્ષનો વકીલાતનો અનુભવ છે
-દલિત સમાજમાંથી આવનારા રામનાથ ઉ. પ્રદેશથી બે વખત રાજ્યસભાના સાંસદ બન્યા
-૧૯૭૭માં પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના વિશેષ કાર્યકારી અધિકારી રહ્યા
-રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ સાથે જુનો નાતો રહ્યો છે
-બિહારના રાજ્યપાલ પદે અચાનક વરણ થઇ હતી, તે સમયે જેડીયુએ વિરોધ કરેલો

નારાજ દલિતોને મનાવવાનો પ્રયાસ
ગુજરાતના ઉના કાંડ બાદ ઉ. પ્રદેશના સહારનપુરમાં દલિતો પર અત્યાચારની ઘટના બહાર આવી. જેની અસર દેશભરમાં જોવા મળી અને દલિતોની નારાજગી વધી. માયાવતીની પણ વિધાનસભાની ચૂંટણીમાં હાર થઇ. આ સ્થિતિ વચ્ચે દલિતો કોઇ ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે. આ પરિસ્થિતમાં દલિત ચેહરાને રાષ્ટ્રપિત પદ માટે પસંદ કરીને નારાજ દલિતોને શાંત કરવાનો પ્રયાસ મનાઇ રહ્યો છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દલિતોના મત ભાજપને મળવાની પક્ષને આશા છે.

વિપક્ષને વિરોધનો મોકો ન આપવો
રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર અંગે વિપક્ષે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો હતો. વિપક્ષની ઇચ્છા છે કે આ પદ માટે જેને પણ પસંદ કરવામાં આવે તે ત્રણ સ સેક્યુલર હોય, સંવિધાનમાં આસ્થા રાખનારો હોય અને સંસદીય પ્રણાલીમાં વિશ્વાસ રાખનારો હોય. રામનાથ કોવિંદ દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમની પસંદગીનો વિરોધ કરતા પહેલા વિપક્ષે વિચાર કરવો પડશે. માયાવતી પણ દલિત સમાજ સાથે સંકળાયેલા હોવાથી તેઓને પણ ચુપ કરવાનો પ્રયાસ એનડીએએ આ દલિત કાર્ડ દ્વારા કર્યો છે.

૧૭મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી
આગામી ૧૭મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જ્યારે ૨૦મી જુલાઇએ તેના પરિણામો જાહેર કરવામાં આવશે. સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરીને રાષ્ટ્રપતિને પસંદ કરે છે. આ ઉપરાંત દરેક રાજ્યોના ધારાસભ્યો પણ મતદાન કરે છે. દેશમાં હાલ કુલ ૪૮૯૬ ધારાસભ્યો છે જ્યારે ૭૭૬ સાંસદો છે. જેમાંથી ૨૩૩ રાજ્યસભાના સાંસદ છે જ્યારે ૫૪૩ લોકસભાના. રાજ્યસભામાં ભાજપ પાસે ૫૬ સભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે ૫૯ છે.

આ રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન
રાષ્ટ્રપતિ માટે સાસંદો, ધારાસભ્યો મતદાન કરે છે. મતદાન સમયે ધારાસભ્ય જે રાજ્યનો હોય તે રાજ્યની વસતીને ધ્યાનમાં રખાય છે. રાજ્યોની વસતીને જે તે રાજ્યના ધારાસભ્યો વડે ભાગવામાં આવે છે. જે આંકડો બહાર આવે તેને ૧૦૦૦ વડે ડિવાઇડ કરાય છે. અને જે આંકડો મળે તે તેજ રાજ્યના ધારાસભ્યનો વોટ વેઇટેજ ગણાય છે. બાદમાં બધા જ રાજ્યોના ધારાસભ્યોના મતના વેઇટેજને જોડવામાં આવે છે. આ સામુહીક વેઇટેજને રાજ્યસભા-લોકસભાના સાંસદોની કુલ સંખ્યાથી ડિવાઇડ કરાય છે. જે આંકડો આવે તેને એક સાંસદના મતનું વેઇટેજ ગણવામાં આવે છે.

 

૨૨મીએ બેઠક બાદ કોવિંદની પસંદગી અંગે વિપક્ષ નિર્ણય લેશે
અમને અંધારામાં રાખી ભાજપે કોવિંદને રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કર્યા : વિપક્ષ
જ્યારે ભાજપના નેતાઓ અમને મળ્યા ત્યારે પસંદગી અંગે અગાઉ જાણ કરીશું તેવા વચનો આપ્યા હતા : કોંગ્રેસ
રાષ્ટ્રપતિ પદ માટે આરએસએસના નેતાની પસંદગી કરીને ભાજપે રાજનીતી કરી : સીપીઆઇ(એમ)

નવી દિલ્હી, તા. ૧૯
એનડીએએ પોતાના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી કરી છે. કોવિંદની પસંદની લઇને વિપક્ષોએ પણ પ્રતિક્રિયાઓ આપી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે વિપક્ષોને સાથે રાખ્યા વગર જ કોવિંદની પસંદગી કરી લેવામાં આવી છે. જ્યારે ભાજપના નેતાઓ અમને મળવા આવ્યા ત્યારે તેઓએ દાવો કર્યો હતો કે અમે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરીએ તે પહેલા કોંગ્રેસ અને અન્ય પક્ષોને જાણ કરીશું પણ તેઓએ આમ ન કર્યું. જોકે પસંદગી અંગે અન્ય પક્ષોની સાથે ચર્ચા કર્યા બાદ જ નિવેદન કરવામાં આવશે તેમ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરી હતી.

સીપીઆઇ(એમ)ના નેતા સીતારામ યેચુરીએ પણ દાવો કર્યો હતો કે અમને જાણકારી આપ્યા વગર જ નામની પસંદગી કરાઇ છે. રામનાથ કોવિંદ આરએસએસની શાખાઓના પ્રમુખ રહી ચુક્યા છે અને રાજનેતા પણ છે, તેથી આ તો રાજનીતી જ થઇ. આગામી ૨૨મીએ વિપક્ષ બેઠક કર્યા બાદ પોતાનો નિર્ણય લેશે.

મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસે પણ જણાવ્યું હતું કે અમને અંધારામાં રાખીને ઉમેદવાર પસંદ કરાયા છે. કોવિંદનું નામ પસંદ કર્યું તે બાદ પણ અમને જાણ નથી કરાઇ. જ્યારે ખરેખર તો પહેલા જાણકારી આપવી જોઇએ. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વિપક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે રાજનીતી ન કરવી જોઇએ અને તેનાથી ઉપર ઉઠી વીચારવું જોઇએ. એક દલિતને આ ટોચના પદ માટે પસંદ કરવા બદલ હું મોદીનો આભાર વ્યક્ત કરુ છું. એલજેપીના વડા અને એનડીએના સમર્થક રામ વીલાસ પાસવાને પણ જણાવ્યું હતું કે રામનાથ કોવિંદને પસંદ કરવા તે મોદીનો માસ્ટર સ્ટ્રોક છે. વિપક્ષોએ સાથ આપવો જોઇએ.

Post Comments