Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરીના સમર્થનમાં ઉતર્યા BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા

- તમે આવી રીતે હસતા રહો તમને મારી શુભેચ્છા

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018, મંગળવાર

ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રૃઘ્ન સિન્હા રેણુકા ચૌધરીના સમર્થનમાં આવ્યા છે. તેમણે ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાન મોદીને નિશાને લીધા હતા. તેમણે જણાવ્યું કે, જે લોકો મહિલા સશક્તિકરણ અને તેમના હાસ્યનો વિરોધ કરે છે, તે લોકો જલ્દીથી ખત્મ થઇ જશે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'હસો રેણુકા હસો, અમે તમને ચાહિએ છીએ, તમારૂ સમ્માન કરીએ છીએ, તમારા પર અમને ગર્વ છે, અમારી શુભકામના તમારી સાથે છે. દુ:ખી થાવ નહી, ખુશ રહો. તેમને બોલવા દો. જલ્દી બધું વ્યવસ્થિત થઇ જશે. જે લોકો મહિલા સશક્તિકરણ અને તેમના હાસ્યનો વિરોધ કરે છે, તે જલ્દી ખત્મ થઇ જશે. ત્યારે આપણે અંતિમવાર હસીશું.'

રેણુકા ચૌધરીના હાસ્ય પર થયેલા વિવાદ બાદ હવે ભાજપના નેતા શત્રૃઘ્ન સિન્હાએ રેણુકા ચૌધરીને સમર્થન આપી વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું અને આમ પણ તેઓ ઘણા સમયથી ભાજપ વિરોધી નિવેદનો આપતા રહે છે ત્યારે હવે તેઓ ખુલીને વડાપ્રધાનને નિશાને લીધા છે. અત્યાર સુધી તેઓ વડાપ્રધાન પર નિશાન નહોતા સાધી રહ્યાં પરંતુ હવે ભાજપ સામે બળવો કરી રહેલા આ નેતા વડાપ્રધાનને નિશાને લઇ રેણુકા ચૌધરીના સમર્થનમાં આવ્યા છે ત્યારે આ મામલે સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Post Comments