Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇશ્વરીય શક્તિએ મુન્ના બજરંગીની હત્યા માટે પ્રેરિત કર્યા: ભાજપ MLA

- ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર નારાયણનું ફરી વિવાદિત નિવેદન

નવી દિલ્હી, તા. 11 જુલાઇ 2018, બુધવાર

પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ઉત્તરપ્રદેશના બૈરિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર નારાયણસિંહે ફરીવાર મુન્ના બદરંગીની હત્યા પર વિવાદિત નિવેદન આપ્યું છે.

તેમણે મુન્નાની હત્યા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ઇશ્વરીય શક્તિએ મુન્નાની હત્યા માટે પ્રેરિત કર્યા.

આવું તે માટે થયું કારણ કે, કાયદાએ ન્યાય આપવામાં મોડું કર્યું. મુન્ના બજરંગી મરી ગયો. હું કહું છું કે આ ઇશ્વરીય વ્યવસ્થા છે. બંધારણ ભલે મોડું કરે પરંતુ ઉપરવાળાએ કોઇને કોઇના મગજમાં પ્રેરિત કરી દીધું.  જેથી પ્રમાણિત થયું કે, જે જેવું કરશે, તેને આ ધરતી પર તે પ્રમાણે ભોગવવું પડશે.

તેમણે કહ્યું કે, તેનું મોત જેલમાં ભલે થયું પરંતુ સૃષ્ટીને ચલાવનારા જેને દંડ આપવા માંગે છે, જે માધ્યમથી દંડ અપવા માંગે છે, તે મુજબ આપે જ છે. નિશ્ચિતપણે જેણે કર્યું છે, તેણે ગુનો જ કર્યો છે. પરંતુ એક ગુનેગારને મારીને તેના દ્વારા કરવામાં આવેલા ગુનાનો ન્યાય ઉપરવાળાએ આપ્યો છે.

તેમણે કહ્યું કે, હું તો તેને ઇશ્વરિય વ્યવસ્થા માનું છું. હું તેને બંધારણની વ્યવસ્થા નહી, ઉપરવાળાની વ્યવસ્થા માનું છું. હું વ્યક્તિગત રીતે આ ઘટનાથી સંપૂર્ણપણે ખુશ છું. જેણે ઘણી બધી મહિલાઓનો સુહાગ ઉજાડ્યો છે, તેને આવી જ સજા મળવી જોઇએ. એક અપરાધિ દ્વારા અપરાધીને મારવામાં આવ્યો છે.

સાથે જ તેમણે કહ્યું કે, પૈસાના જોરે જેલમાં શું નથી થઇ શકતું. પૈસા આપીને જ હથિયાર લાવવામાં આવ્યાં હશે. ક્યાંયને ક્યાંય આમાં જેલ કર્મચારીઓની ભૂમિકા જરૂર હશે.

Post Comments