Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિલફૂલ ડિફોલ્ટરોએ નહીં ચૂકવેલી બેંક લોનનો આંકડો રૃ. ૧.૧૧ લાખ કરોડ

- લોકસભામાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શુકલાએ આપેલી માહિતી

- આ પ્રકારના ડિફોલ્ટરોની તસવીરો મીડિયામાં પ્રકાશિત કરવા કેન્દ્રનું બેંકોને સૂચન

(પીટીઆઈ)   નવી દિલ્હી, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

બેંકો પાસેથી લોન લઇને નહીં ચૂકવવાના કિસ્સામાં વધારો થયા પછી સરકારે બેંકોને આદેશ કર્યો છે કે, વિલફૂલ ડિફોલ્ટરોની વિગતો તસવીરો સાથે વિવિધ અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે. આ પ્રકારના ઉધારિયાને કાબૂમાં રાખવા 'નેમ એન્ડ શેમ' નીતિ અખત્યાર કરવી જરૃરી છે.

નાણા મંત્રાલયે જારી કરેલી એક માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, બેંકોેએ વિવિધ લોન પાસ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેવી રીતે મંજૂરી આપવી, એ નીતિ નક્કી કરવી જરૃરી છે. આ નીતિમાં લોન નહીં ચૂકવનારા વિલફૂલ ડિફોલ્ટરોની વિગતો તસવીરો સાથે મીડિયામાં પ્રકાશિત થવી જોઈએ. 
 
જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી લોન લીધા પછી અનેક વિલફૂલ ડિફોલ્ટરો ક્ષમતા હોવા છતાં લોન પાછી ભરપાઈ કરતા નથી. ડિસેમ્બર ૨૦૧૭માં વિલફૂલ ડિફોલ્ટરોની સંખ્યા વધીને ૯,૦૬૩એ પહોંચી ગઈ છે. આ પ્રકારના ડિફોલ્ટરોએ નહીં ચૂકવેલી લોનનો આંકડો રૃ. ૧,૧૦,૦૫૦ કરોડે પહોંચી ગયો છે.

આજે લોકસભામાં લેખિતમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના નાણા મંત્રી શિવપ્રતાપ શુકલાએ ગૃહના સભ્યોને આ માહિતી આપી હતી.

Post Comments