Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમારા માલિક નિરવ મોદીને કહો ભારત પરત આવે : હાઇકોર્ટનો ફાયરસ્ટાર ડાયમંડને આદેશ

- કેસની વધુ સુનાવણી ત્રીજી મેના રોજ કરાશે

- ઇડીએ દિલ્હી હાઇકોર્ટને નિરવ મોદીની કંપનીઓને કોઇ રાહત ન આપવા જણાવ્યું

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.11 એપ્રિલ 2018, બુધવાર

દિલ્હી હાઇકોર્ટે આજે હીરા વેપારી નિરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ કંપનીને પોતાના માલિક નિરવ મોદીને પરત બોલાવવા જણાવ્યું છે. કોર્ટે નિરવ મોદીને ભાગેડું તરીકે દર્શાવ્યો છે. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ આઇ એસ મહેતાની ખંડપીઠે આ આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી ૩ મેના રોજ રાખવામાં આવી છે.

ફાયર ઇન્ટરનેશનલને તેની પેટા કંપની ફાયરસ્ટાર ડાયમંડને અરજી દાખલ કરવાની સત્તા આપવાની ટેકનિકલ બાબતને આધારે રાહત આપવાનો ઇનકાર ન કરવાની ફાયરસ્ટાર ડાયમંડ કંપનીના વકીલની દલીલ સાંભળ્યા પછી ખંડપીઠે જણાવ્યું હતું કે જો અમે ટેકનિકલ બાબતો પર ધ્યાન ન આપીએ તો નિરવ મોદીને કહો કે તે ભારત પરત આવે.

ભારતીય એજન્સીઓ સમક્ષ હાજર નહીં થવાના નિરવ મોદીના નિવેદન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે જણાવ્યું હતું કે ઇડીના મતે અમે એક ભાગેડું સામે કેસ ચલાવી રહ્યાં છે.

આ દરમિયાન કોર્ટમાં ફાયરસ્ટાર ડાયમંડ અને અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ વતી હાજર રહેલા વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે મીડિયા ખોટી રીતે નિરવ મોદીને ભાગેડું દર્શાવે છે કારણકે તેમની વિરુદ્ધ ફક્ત બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે ભાગેડું દર્શાવતો કોઇ આદેશ જારી કરવામાં આવ્યો નથી.

અગ્રવાલે કોર્ટને જણાવ્યું હતું કે ઇડીને નિરવ મોદીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાનું જણાવવામાં આવે અથવા એજન્સીઓને આ કાર્યવાહી પાછળના કારણો દર્શાવવાના આદેશ આપવામાં આવે.

ઇડીની તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ સંદીપ શેઠી અને કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ અમિત મહાજને માગ કરી હતી કે બંને કંપનીઓને કોઇ રાહત આપવામાં ન આવે કારણકે નિરવ મોદી ભાગેડું છે.

Post Comments