Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેના પ્રમુખ બિપિન રાવત નેપાળના ત્રિદિવસીય પ્રવાસે

- નેપાળના આર્મી દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

- આ મુલાકાત દરમિયાન તેઓ નેપાળના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવત નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા છે. તેઓ નેપાળ આર્મી દિવસના માટેના એક કાર્યક્રમમાં ભાગ લેશે. નેપાળમાં આજે દેશના એકીકરણની 270મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે. રાજા પૃથ્વી નારાયણ શાહના સમયમાં આર્મી દિવસના નામથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

નેપાળના સેનાધ્યક્ષ રાજેન્દ્ર છેત્રીએ સેના પ્રમુખ બિપિન રાવતને આ કાર્યક્રમ માટેનું આમંત્રણ પાઠવ્યું હતુ. તેમને કાઠમંડુમાં આવેલ ટુંડીખેલ મેદાનમાં આયોજીત નેપાળ આર્મી દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સેના નેપાળની સેના સાથે મળીને બેન્ડ પર્ફોમ કરશે. આ કાર્યક્રમ બાદ સેના પ્રમુખ બિપિન રાવત નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉપા અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે ચર્ચા કરશે.

સેના પ્રમુખની આ નેપાળ મુલાકાત પહેલા નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહ દેવ છ દિવસીય ભારતની મુલાકાતે આવેલા જેમાં તેમણે ઘણાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે ભુવનેશ્વર લિંગરાજ મંદિરના દર્શન કરી પુજા-પાઠ કર્યા હતા. તેમજ જગન્નાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી.

Post Comments