Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રિપલ તલાક બિલનો વિરોધ ન કરવા, સુધારા ન સૂચવવા સરકારની વિપક્ષને અપીલ

- ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં અટકવાની શક્યતા

- પતિને જેલની સજા થાય તેવી સ્થિતિમાં પીડિત પત્નિને ભરણપોષણ કોણ ચુકવશે તેને લઇને મડાગાંઠ

કોંગ્રેસે અન્ય પક્ષો સાથે બેઠક બોલાવી, વિપક્ષ બિલને વિચારણા માટે સંસદીય સમિતિ સમક્ષ મોકલવાની માગ કરે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

લોકસભામાં સરકારની બહુમત હોવાથી ટ્રિપલ તલાક મુદ્દે જે બિલ રજુ કરવામાં આવ્યું હતું, કોંગ્રેસ પણ વિરોધ નહોતો કર્યો તેથી પસાર થઇ ગયું હતું પણ રાજ્યસભામાં તેનો વિરોધ થઇ શકે છે.  જોકે એ પહેલા જ સરકારે વિપક્ષ કોંગ્રેસને વિનંતી કરી છે કે આ બિલને રાજ્યસભમાં પણ વિરોધ વગર પસાર થઇ જવા દેવું. બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે અમે અન્ય પાર્ટીઓની સાથે વાતચીત કર્યા બાદ એ નિર્ણય લઇશું કે આ બિલનો વિરોધ કરવો કે તેને સમર્થન આપવું.

સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે લોકસભામાં જે રીતે કોંગ્રેસે ટ્રિપલ તલાક મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરી લીધુ હતું અને કોઇ જ વિરોધ વગર આ બિલ પસાર થઇ જવા દીધી હતંુ અમે ઇચ્છીએ છીએ કે આવી જ રીતે રાજ્યસભામાં પણ આ બિલને પસાર થઇ જવા દેવાય કેમ કે આ બિલથી મુસ્લિમ મહિલાઓને અધિકારો સુરક્ષીત કરી શકાશે અને તેનો લાભ તેની આપી શકાશે.

આ બિલમાં મુસ્લિમ મહિલાઓને એક જ વખત ત્રણ વાર તલાક બોલીને જે તલાક આપી દેવામાં આવે છે તેના પર પ્રતિબંધ મુકશે. સાથે જે પણ લોકો આ કાયદાનો ભંગ કરશે તેને ત્રણ વર્ષની કેદની સજા કરવાની જોગવાઇઓ પણ છે. જોકે સવાલ એ પણ ચર્ચામાં છે કે જ્યારે અપરાધી પતીને જેલ થશે તો આવી સ્થિતિમાં જ્યારે પતી જેલમાં હોય ત્યારે પત્નિને ભરણપોષણ કોણ આપશે ?

કોંગ્રેસે સમગ્ર મામલે વિવાદ વચ્ચે જણાવ્યું છે કે રાજ્યસભામાં આ બિલને પસાર થઇ જવા દેવું કે કેમ તે નક્કી કરવા માટે અમારે દરેક પક્ષોની સાથે ચર્ચા કરવી પડશે તે બાદ અમે કોઇ નિર્ણય પર આવીશું. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે આ મામલે કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ અને અન્ય પક્ષના વડાઓની સાથે બેઠક પણ બોલાવી ચર્ચા કરી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષો આ બિલના વિવાદની ચર્ચા કરવા માટે સંસદીય સમીતીને સોપવાની માગણી કરી શકે છે. તે બાદ જ આ બિલ પસાર થાય તેવી શક્યતાઓ છે. આ પહેલા તામીલનાડુના સાંસદ સ્ટાલીને પણ આ જ સલાહ આપી હતી. જોકે સરકારે વિપક્ષ સમક્ષ માગણી કરી છે કે આ બિલ જેવું છે તેવુ જ પસાર થઇ જવા દેવામાં આવે.

Post Comments