Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિરસામાં ગુરમિત રામ રહીમના ડેરાને ખાલી કરાવવાની તમામ તૈયારી પૂર્ણ : પોલીસ

- ૬૦૦ એકરમાં ફેલાયેલુ વિશાળ પરિસર

- રામ રહીમના મહત્ત્વપૂર્ણ અનુયાયી હનીપ્રિત અને આદિત્યનો કોઇ પત્તો મળ્યો નહીં

(પીટીઆઇ)    ચંદીગઢ, તા. ૬ બુધવાર, સપ્ટેમ્બર 2017
સિરસામાં આવેલા ડેરા સચ્ચા સૌદાને ખાલી કરાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેમ હરિયાણા પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે. ગઇકાલે હાઇકોર્ટે ડેરાને ખાલી કરાવવાની મંજૂરી આપ્યા પછી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

બીજી તરફ જેલમાં બંધ ગુરમિત રામ રહિમના બે મહત્ત્વપૂર્ણ અનુયાયીઓ હનીપ્રિત અને આદિત્યનો કોઇ પત્તો મળ્યો નથી. જો કે પોલીસે આશા વ્યક્ત કી છે કે તેઓ ટૂંક સમયમાં જ બંનેની અટકાયત કરી લેશે.

ખાલી કરાવવાની પ્રક્રિયા પર નજર રાખવા માટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ  એન્ડ સેશન્સ જજ એ કે એસ પવારની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી છે. પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ આ કવાયતમાં ભાગ લેશે.

ડીજીપી બી એસ સંધુના જણાવ્યા અનુસાર કોર્ટ કમિશનર ટૂંક સમયમાં જ સિરસા આવી પહોેંચશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ખાલી કરાવવા માટે જરૃરી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રશ્ર છે તો તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ડેરાને ખાલી કરાવવાની પ્રક્રિયા પર કોર્ટ કમિશનર, હરિયાણા પોલીસના જવાનો, અર્ધસૈનિક દળો, ડયુટી મેજિસ્ટ્રેટ , એકિઝકયૂટીવ મેજિસ્ટ્રેટ અને મહેસૂલી અધિકારીઓ નજર રાખશે.
ઉલ્લેખનીય છે કે સિરસામાં ડેરાનું પરિસર ૮૦૦ એકરમાં ફેલાયેલું છે. જેમાં મકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, બજાર, હોસ્પિટલ અને સ્ટેડિયમ સામેલ છે.

પેટ્રોલ પંપ પર હુમલો કરનારા ડેરાના સાત અનુયાયીઓની ધરપકડ
(પીટીઆઇ)    ફરિદકોટ, તા. ૬
બળાત્કાર કેસમાં ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહીમને બળાત્કારમાં દોષિત ઠેરવવામાં આવ્યા પછી ૨૫ ઓગસ્ટે ફાટી નીકળેલી હિંસા દરમિયાન પેટ્રોલ પંપ પર હુમલો કરવાનો પ્રયત્ન કરનારા ડેરાના સાત અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ માલિક દ્વારા કરાયેલી ફરિયાદના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

Post Comments