Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાયુ પ્રદૂષણથી બાળકોના માનસિક વિકાસને અસર કરી થઈ શકે:UNICEF

- યુનિસેફે હવામાં તરી રહેલા આ ગંભીર જોખમ વિશે ચેતવણી આપી

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

વાયુ પ્રદૂષણ ભારત સહિત દક્ષિણ એશિયામાં 1.22 કરોડથી વધારે બાળકોના મગજના વિકાસને અસર કરી શકે છે. આ વાતનો ખુલાસો યુનિસેફના એક રિપોર્ટમાં થયો છે.

યુનિસેફની એક આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક રાજ્ય હવા પ્રદૂષણના ગંભીર સંકટ સામે લડી રહ્યા છે.

દક્ષિણ એશિયામાં વાયુ પ્રદૂષણના કારણે એક વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.22 કરોડ બાળકોનો માનસિક વિકાસ અસરકારક થઈ શકે છે.

યુનિસેફે ડેન્જર ઈન ધ એર: હાઉ એર પોલ્યુશન કેન ઈફેક્ટ બ્રેઈન ડેવલપમેન્ટ ઈન યંગ ચિલ્ડ્રન નામના રિપોર્ટમાં હવામાં તરી રહેલા આ ગંભીર જોખમ વિશે ચેતવણી આપી છે.

યુનિસેફની ભારતમાં સંચાર પ્રમુખ એલેક્ઝેન્ડ્રા વેસ્ટરબીકે કહ્યું કે વાયુ પ્રદૂષણના સંકટથી લાખો ભારતીય બાળકોને અસર થઈ રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પ્રદૂષણકારી તત્વોથી મગજનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે અને તેનો વિકાસ ઓછો થઈ શકે છે.

Post Comments