Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરફોર્સના કેપ્ટન હનીટ્રેપમાં ફસાયાઃ ISIના એજન્ટને માહિતી મોકલવા મુદ્દે ધરપકડ

- વોટ્સએપ ઉપર મોકલ્યા ગુપ્ત દસ્તાવેજના ફોટા

- ISIનો એજન્ટ છોકરી બનીને કેપ્ટન સાથે કરતો અશ્લીલ પ્રેમાલાપ

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ઈન્ડિયન એરફોર્સના કેપ્ટન અરૂણ મારવાહ ઉપર ISIની હનીટ્રેપનો શિકાર બની ગયા હતા. દિલ્હી પોલીસના  સ્પેશ્યલ ,સેલે ISIના એજન્ટને ગુપ્ત માહિતી પોહંચતી કરવાનો આરોપ સબબ 51 વર્ષના મારવાહ ધરપકડ કરી છે.

મારવાહ ઉપર આરોપ છે કે તેમણે ગુપ્ત દસ્તાવેજોના ફોટા પાડીને સોશિયલ મીડિયા દ્વારા તે ફોટા ISIના એજન્ટ સુધી પહોંચાડ્યા છે. કેટલાક મહિના પૂર્વે ISIના એક એજન્ટે છોકરી બનીને મારવાનો સંપર્ક કર્યો હતો. આ બંને વચ્ચે સતત વોટ્સેપમાં મેસેજીસ દ્વ્રારા ચેટીંગ થયુ હતુ. એટલુ જ નહી બંને એકબીજાને અશ્લીલ મેસેજ પણ મોકલતા હતા.

ISIના એજન્ટે કેપ્ટનને પૂરીરીતે પોતાની મોહજાળમાં ફસાવી લીધા બાદ આ એજન્ટે કેટલાકી ગુપ્ત માહિતી અને દસ્તાવેજની જાણકારી માંગી હતી. કેપ્ટને આ તમામ માહીતી તે એજન્ટને મોકલી દીધી હતી.

આ અંગે એરફોર્સના વરિષ્ઠ અધિકારીને જાણકારી મળી તો તેમણે તુરંત જ આતંરીક તપાસ સમિતી બેસાડી હતી અને આ તપાસમાં મારવાહ ગુપ્ત માહિતી ISIના એજન્ટ સુધી પહોંચાડવામાં સંકળાયેલા હોવાનું સ્પષ્ટ થતા આ અંકે દિલ્હી પોલીસને જાણ કરી ફરિયાદ કરી જે અંગે સ્પેશ્યલ સેલને આ કેસની કપાસ સોંપવામાં આવી હતી.

Post Comments