Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશની સુરક્ષાને લગતા ગુપ્ત દસ્તાવેજો ISIને આપવા બદલ એરફોર્સના કેપ્ટનની ધરપકડ

- ગૂ્રપ કેપ્ટન અરુણ મારવાહ પાકિસ્તાનની હની ટ્રેપમાં સપડાઇ ગયા

- ISIના બે એજન્ટે ફેસબુક પર સ્વરૃપવાન યુવતીઓ બનીને ગૂ્રપ કેપ્ટન મારવાહ પાસેથી સંવેદનશીલ દસ્તાવેજો લઇ

એક અઠવાડિયાની સેક્સ ચેટ પછી વૉટ્સએપ પર ગુપ્ત દસ્તાવેજોની તસવીરો મોકલી દીધી
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ભારતીય વાયુસેનાના ગૂ્રપ કેપ્ટન અરુણ મારવાહની જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેમની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. કેપ્ટન મારવાહ ફેસબુક પર પાકિસ્તાન સ્થિત જાસૂસી સંસ્થા આઈએસઆઈના બે એજન્ટના સકંજામાં આવી ગયા હતા. આ બંને એજન્ટોએ સ્વરૃપવાન યુવતીઓનું એકાઉન્ટ બનાવીને કેપ્ટન મારવાહને હની ટ્રેપમાં ફસાવી દીધા હતા. આ દરમિયાન કેપ્ટન મારવાહે બંને એજન્ટોને વૉટ્સએપ પર સંવેદનશીલ દસ્તાવેજો મોકલી દીધા હતા.

વાયુસેનાના ગુપ્તચર વિભાગે ૫૧ વર્ષીય કેપ્ટન મારવાહની સતત દસ દિવસ પૂછપરછ કરી હતી. બાદમાં તેમને દિલ્હી પોલીસે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. અદાલતે કેપ્ટન મારવાહની પૂછપરછ માટે પાંચ દિવસની કસ્ટડી મંજૂર કરી છે. અગાઉ વાયુસેનાની ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા કેપ્ટન મારવાહની સતત દસ દિવસ સઘન પૂછપરછ કરાઈ હતી. કેપ્ટન અરુણ મારવાહ વાયુસેનાના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમણે ફેસબુક પર યુવતીઓ બનીને ચેટ કરી રહેલા આઈએસઆઈના એજન્ટો સાથે વૉટ્સએપ પર ગુપ્ત દસ્તાવેજો શેર કર્યા હતા. ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી તેઓ આ કહેવાતી યુવતીઓ સાથે સંપર્કમાં હતા.

કેપ્ટન મારવાહ વાયુસેનાના હેડ ક્વાર્ટરમાં અત્યંત મોંઘા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા. સુરક્ષાના કારણસર ત્યાં આ પ્રકારના ફોન પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ દરમિયાન  વાયુસેનાની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગને કેપ્ટન મારવા કંઇક શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની શંકા ગઈ હતી. છેવટે તેઓ ઝડપાઈ ગયા હતા. હાલ આ વિંગ અને દિલ્હી પોલીસ સંયુક્ત તપાસ કરી રહી છે કે, તેઓ કોઇ મોટા જાસૂસી નેટવર્કનો હિસ્સો તો નથી ને! જોકે, કેપ્ટન મારવાહને રોકડ કે કોઇ અન્ય લાભ લીધો હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. આ મુદ્દે વાયુસેનાએ કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ કેસમાં કેપ્ટન મારવાહને સાત વર્ષની જેલ થઇ શકે છે. પોલીસ પૂછપરછમાં કેપ્ટન મારવાહે કબૂલ્યું હતું કે, હું હની ટ્રેપનો શિકાર થઇ ગયો હતો. છ મહિના પહેલા ફેસબુક પર બે મહિલા સાથે મારી દોસ્તી થઇ ગઇ હતી. ત્યાર પછી તેમના સાથે વાતચીત થતી રહેતી, ફોન નંબર પણ એકબીજાને આપ્યા અને પછી વૉટ્સએપ પર પણ વાત ચાલુ થઇ. અમારી વચ્ચે એક અઠવાડિયા સુધી અશ્લીલ સેક્સ ચેટ પણ થઈ હતી.  ત્યારે મારા મગજને શું થયું હતું, એ હું નથી જાણતો.


વાયુસેનાના કયા દસ્તાવેજો કેવી રીતે ચોર્યા?
વાયુસેનાના દિલ્હી સ્થિત હેડ ક્વાર્ટરમાં સ્માર્ટફોન લઇ જવા પર પ્રતિબંધ છે. જોકે, કેટલાક ઉચ્ચ અધિકારીઓને આ નિયમમાંથી મુક્તિ અપાઇ છે, જેમાં ગૂ્રપ કેપ્ટન અરુણ મારવાહ પણ સામેલ હતા. આ દરમિયાન કેપ્ટન મારવાહ અત્યંત મોંઘો સ્માર્ટફોન લઇને વાયુસેનાના અનેક વિભાગોમાં ફરતા રહેતા. એ જ સ્માર્ટફોનની મદદથી તેમણે કેટલાક ગુપ્ત દસ્તાવેજોની તસવીરો ક્લિક કરી હતી. આ દસ્તાવેજોમાં વાયુસેનાના  જવાનોને અપાતી તાલીમ અને એર એક્સરસાઇઝનો સમાવેશ થાય છે, જેમાં 'ગગન શક્તિ' નામની એક એક્સરસાઇઝ પણ સામેલ છે.

ગૂ્રપ કેપ્ટન અરુણ મારવાહને જ કેમ ફસાવાયા?
પાકિસ્તાન સહિત અનેક દેશો ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવવા સ્વરૃપવાન યુવતીઓનો ઉપયોગ કરતા હોય છે. જોકે, ઇન્ટરનેટની દુનિયામાં આ યુવતીઓ નકલી પણ હોઇ શકે છે. ગૂ્રપ કેપ્ટન અરુણ મારવાહ જેને યુવતીઓ સમજતા હતા તે પણ અસલિયતમાં આઇએસઆઇના બે એજન્ટ જ હતા. કેપ્ટન મારવાહ પાસે વાયુસેનામાં કેટલાક મહત્ત્વની જવાબદારીઓ હતી. વળી, તેઓ ફેસબુક સહિતના કેટલાક સોશિયલ પ્લેટફોર્મ પર ખાસ્સા સક્રિય રહેતા હતા. તેઓ ફેસબુક પર પોતાની તસવીરો અને વીડિયો પણ અપલોડ કરતા રહેતા. આ કારણસર આઇએસઆઇએ તેમને સરળ શિકાર સમજીને નિશાન બનાવ્યા હતા, જેમાં તેઓ સફળ પણ થયા. આ બંને નકલી યુવતીઓએ સૌથી પહેલાં કેપ્ટન મારવાહને ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલી હતી. આ રિક્વેસ્ટનો સ્વીકાર થઇ જતા એજન્ટોએ ક્યારેક લાઇક્સ અને કમેન્ટ્સ કરીને તેમને ફસાવવાનું શરૃ કર્યું હતું.

કેપ્ટન મારવાહ ગરુડ કમાન્ડોને પણ તાલીમ આપતા
વાયુસેનાના પેરા ડિવિઝનમાં ૧૯૮૩માં સામેલ થયેલા ગૂ્રપ કેપ્ટન અરુણ મારવાહ ત્રણ વર્ષ પછી ટ્રેનર બની ગયા હતા. શરૃઆતથી જ તેમની છબિ પ્રોફેશનલ સોલ્જર તરીકેની હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખના કમાન્ડો એકમોને જમીન, સમુદ્ર અને હવામાં યુદ્ધ કરવાની તાલીમ અપાય છે. કેપ્ટન મારવાહ સેનાની સ્પેશિયલ ફોર્સીસ તેમજ વાયુસેનાના ગરુડ કમાન્ડો અને નૌસેનાના સૈનિકોને પણ તાલીમ આપતા હતા. વહીવટી કામકાજ સંભાળતા હોવાથી તેમના પાસે અનેક ગુપ્ત વિભાગોનો એક્સેસ પણ હતો.

Post Comments