Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે, રતન તાતા સંઘના કાર્યક્રમમાં, મોહન ભાગવત સાથે જોવા મળશે એક મંચ પર

- મુંબઇમાં આગામી મહિને સંઘ સાથે જોડાયેલી સંસ્થા કાર્યક્રમમાં તેઓ સામેલ થશે

નવી દિલ્હી, તા. 10 જુલાઇ 2018, મંગળવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સાથે એક મંચ પર પ્રણવ મુખર્જી બાદ હવે દેશના ઉદ્યોગપતિ રતન તાતા જોવા મળશે.

તેઓ આગામી માસમાં સંઘ સાથે જોડાયેલા એક સંગઠનના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે મુંબઇમાં આગામી મહિને સંઘ સાથે જોડાયેલી સંસ્થા નાના પાલકર સ્મૃતિ સમિતિના સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં રતન તાતા સામેલ થશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે તેના આયોજનને લઇને સત્તાવાર જાહેરાત બાકી છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ આયોજન 24 ઓગસ્ટના રોજ થશે.

આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં સામેલ થયા હતા. જેને લઇને કોંગ્રેસના નેતાઓએ તેની ટીકા કરી હતી.

Post Comments