Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓલ ઇન્ડિયા પરીક્ષામાં નોધણી માટે આધાર નંબર ફરજીયાત નથીઃ સુપ્રીમ

- NEET ૨૦૧૮ની પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને રાહત

- માહિતી તેમની વેબસાઇટ પર અપલોડ કરવા CBSE ને આદેશ

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા.૭ માર્ચ 2018, બુધવાર

વર્ષ ૨૦૧૮ની NEET  અને ઓલ ઇન્ડિયા લેવલની અન્ય પરિક્ષાઓમાં બેસનાર વિદ્યાર્થીઓના આધાર નંબરનો આગ્રહ નહીં રાખવા સુપ્રીમ કોર્ટે આજે CBSE  ને આદેશ કર્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બંચે CBSE          ને આ માહિતી તેમની વેબસાઇટ પર અપલોડ કરવા પણ કહ્યું હતું. અગાઉ દિવસમાં UIDAI        એ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે NEET ૨૦૧૮ની પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓનો આધાર નંબર લેવા અમે  CBSE ને સત્તા આપી નહતી.

એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું હતું કે તેમને UIDAI તરફથી એવી સુચના આપવામાં આવી હતી કે જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને આસામની જેમ ઓળખ પત્ર તરીકે પાસપોર્ટ, મતદાર ઓળખ પત્ર અને રેશન કાર્ડને પણ પરિક્ષા માટે માન્ય ગણવા CBSE ને કહેવામાં આવ્યું હતું. NEET ૨૦૧૮ની પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના આધાર નંબર અથવા નોંધણી ફરજીયાત કરી દેવાના CBSE ના નિર્ણયને પડકારતી અરજી પર UIDAI ની નોંધ કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટે ૨૭ ફેબુ્રઆરીએ  અરજીને ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

Post Comments