Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમ્મુ-કાશ્મીરમાં બે વર્ષમાં ઘુસણખોરીના ૭૭૭ બનાવ : ૯૪ આતંકીઓના મોત

- ૨૦૧૫ થી જમ્મુ-કાશ્મીરમાં સેનાના પરના હુમલામાં સેનાના ૨૯ જવાનો શહીદ

- બાંગ્લાદેશની સરહદે કોમ્પ્રેહેન્સિવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સીસ્ટમના ગોઠવી

(પીટીઆઇ)    નવી દિલ્હી,  તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા બે વર્ષમાં ધુસણખોરીના ૭૭૭ બનાવો બન્યા હતા જેમાં સુરક્ષા દળોએ ૯૪ આતંકીઓ માર્યા હતા. એવી જ રીતે પંજાબમાં પણ ધુસણખોરીના ૧૬ બનાવો બન્યા હતા જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય ૧૧ને પકડી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની ૪૦૬ ઘટનાઓ બની હતી જેમાં ૫૯ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વર્ષ ૨૦૧૬માં રાજ્યમાં ધુસણખોરીની ૩૭૧ ઘટનાઓ બની હતી જેમાં ૩૫ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.

જ્યારે ૨૦૧૫થી માર્યા ગયેલા સેનાના જવાનોની સંખ્યા જમ્મુ-કાશ્મીરમાં ૨૯ હતી. સેનાના વિવિધ સ્ટેશનો અને કેમ્પ પર આતંકીઓએ કરેલા હુમલામાં ૨૯ જવાનો માર્યા ગયા હોવાની સરકાર કબુલાત કરી હતી. વર્ષ ૨૦૧૬માં સૌથી વધુ જવાનો માર્યા ગયા હતા જ્યારે યુરીમાં સેનાની છાવણી પર હુમલો કરાયો હતો. એ હુમલામાં ૨૬ જવાનો માર્યા ગયા હતા. ચાલુ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સેના પર હુમલાની એક જ ઘટના નોંધાઇ હતી. જમ્મુમાં છ જવાનો માર્યા ગયા હતા, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું.

' આતંકી હુમલાની અને સુરક્ષામાં ક્યાં ચૂક થઇ તેની સેનામાં ઉચ્ચ સ્તરીય કક્ષાએ તપાસ કરાય છે. સરકાર દ્વારા મંજૂરપાત્ર તમામ ધારાધોરણો મુજબ તમામ સશસ્ત્ર દળોની સુરક્ષાની તપાસ કરાય છે'એમ કેન્દ્રના મંત્રી સુભાષ ભાંમરેએ કહ્યું હતું. સરહદે સુરક્ષામાં ઉચ્ચ કક્ષાના કેમેરા અને નાઇટ વિઝન ગોઠવવામાં આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને બાંગ્લાદેશની સરહદે કોમ્પ્રેહેન્સિવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સીસ્ટમના રૃપે એક નવી જ ટેકનોલોજીકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

Post Comments