Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યસભામાં ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટયો પ્રશ્નકાળમાં તમામ પ્રશ્નો પૂર્ણ થયા

- ૨૦૦૨માં ૧૯૭મા સત્ર પછી પ્રથમવાર

- પ્રશ્નો પૂછનાર સભ્યો ગેરહાજર હોવા છતાં ય અધ્યક્ષે ચર્ચાની છૂટ આપતા આ રેકોર્ડ સર્જાયો : સેક્રેટરીએટ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

શિયાળુ સત્રની ધમાલભરી શરૃઆત પછી પણ રાજ્યસભામાં આજે ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. આજે પ્રશ્નકાળમાં તમામ તારાંકિત ૧૫ પ્રશ્નો ચર્ચાયા હતા અને લોકો માટે મહત્ત્વના એવા આ પ્રશ્નો વિશે ૧૮ સભ્યોએ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લે ૨૦૦૨માં ૧૯૭મા સત્રમાં તમામ તારાંકીત પ્રશ્નો હાથ ઉપર લેવાયા હોય તેવું બન્યું હતું.  તેમ રાજ્યસભાના સચિવાલયે જણાવ્યું હતું.

રાજ્યસભામાં ૧૫ વર્ષનો આ રેકોર્ડ સર્જાવા માટે આ પ્રશ્નો જેના નામે હતા તેવા ૨૦માંથી ૧૦ સભ્યો ગેરહાજર  હતા પરંતુ અધ્યક્ષે અન્ય સભ્યોને પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપી હતી. પ્રશ્નકાળના અંતે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આજે તમામ પ્રશ્નો પુરા થયા છે. શૂન્યકાળ દરમિયાન કેટલાક સભ્યોએ લોકહિતના મહત્વના પ્રશ્નો સરકારને પૂછ્યા હતા. અગાઉ પ્રશ્નો પૂછનાર સભ્યો ગેરહાજર જણાતાં કંઈક નવું બનવાના એંધાણ સર્જાયા હતા.

અધ્યક્ષે જણાવ્યું  હતું કે પ્રશ્નો પૂછનારને ગેરહાજર રહેવાની આઝાદી છે . પ્રશ્નો પૂછ્યા પછી ગેરહાજર રહેવું તે  યોગ્ય નથી પરંતુ આપણે કાર્યવાહી શરૃ રાખવી જોઈએ. આ પ્રશ્નો માટે ૧૧ સભ્યોને બોલવાની મંજૂરી મળી  હતી.

આ પ્રશ્નોમાં જીએસટી ફાઈલિંગ, એનર્જી કંપનીના નબલા દેખાવ, બિટકોઈનને નિયમિત કરવા તેમજ એરઈન્ડિયાના વહિવટ અંગેનો સમાવેશ થતો હતો. રાજ્યસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે રાજ્યસભામાં આજે તમામ પ્રશ્નો પુરા થતાં ઈતિહાસ સર્જાયો છે.

Post Comments