Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ સોલાર વોટર પ્યોરીફાયરથી રોજ ૧૫ લીટર પાણી શુધ્ધ થાય છે

- ૪૫ ડિગ્રી તાપમાનમાં ત્રણ કલાક પાણી ગરમ કરવાથી જીવાણુઓનો નાશ થાય છે

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

ભારતીય સંશોધકોએ એવું વોટર પ્યોરીફાયર તૈયાર કર્યુ છે જે ગ્રામીણ વિસ્તારોમાં પાણી શુધ્ધ કરવામાં મદદ કરી શકે છે. ઇન્ડિયા સાયન્સ વાયરમાં જણાવ્યા મુજબ આ પ્યોરી ફાયર મહારાષ્ટ્રના કૃષિ અનુસંધાન સંસ્થાનના સંશોધકોએ બનાવ્યું છે.તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સૌર ઉર્જાથી સંચાલિત હોવા છતાં તેમાં સોલાર પેનલ કે બેટરીનો ઉપયોગ થતો નથી.

આ પુરેપુરી પ્રક્રિયામાં પહેલા તો પાણીને અનેક વાર સુતરાઉ ઝીણા કાપડ વડે ગાળી લેવામાં આવે છે.જેનાથી પાર્ટિકયૂલેટ મેટર અલગ થઇ જાય છે.ત્યાર બાદ ત્રણ લીટર પાણી સમાય તેટલી ક્ષમતા ધરાવતી કાંચની ચાર નળી લઇને તેમાં પાણી ભરીને ખુલ્લી જગ્યાએ રાખવામાં આવે છે. ટયૂબમાં પાણી ભરવાથી તેનું તાપમાન સ્થિર રહે છે.

પાણીને ૬૦ ડિગ્રી તાપમાનમાં ૧૫ મીનિટ જયારે ૪૫ ડિગ્રી તાપમાનમાં ત્રણ  કલાક ગરમ કરવાથી રોગકર્તા જીવાણુઓનો નાશ થાય છે.તે હિસાબે ત્રણ થી ચાર કલાક સૂર્યના તડકામાં રાખવાથી પાણી પીવાલાયક બને છે. આ સામાન્ય સોલાર વોટર પ્યોરીફાયરથી રોજ ૧૫ લીટર જેટલું શુદ્ધ પાણી મળી શકે છે.

Post Comments