બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળી આવ્યો
- 'જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા'નો રિપોર્ટ
- સોનેરી કલરની રેતી ધરાવતા રાજસ્થાનમાં માત્ર જમીનથી ૩૦૦ ફૂટ નીચે સોનુ ભંડારાયેલું છે : સોના ઉપરાંત ૩
અમદાવાદ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર
રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર શહેરી ધરતી નીચે સોનાનો ભંડાર ભર્યો છે. ભારતમાં ભુગર્ભ ધાતુઓનું મોનિટરિંગ કરતી સરકારી સંસ્થા 'જિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીએસઆઈ)'ના ડિરેક્ટર જનરલે આ માહિતી આપી હતી. આ ભંડાર અંદાજે ૧૧.૪૮ કરોડ ટન જેટલો હોવાની શક્યતા છે. સોનાનો આ જથ્થો વળી જમીન સપાટીથી ૩૦૦ ફીટની જ ઊંડાઈએ ધરબાયેલો છે.
રાજસ્થાન રણ માટે જાણીતું છે અને રેતીનો કલર પણ સોનેરી હોય છે. રાજસ્થાનના તો પેટાળમાંથી પણ સૂવર્ણરેત નીકળે એવી શક્યતા ઉભી થઈ છે. આ સોનાને કિલોગ્રામના હિસાબે ગણવામાં આવે તો ૧૧૪,૮૦,૦૦,૦૦,૦૦૦ (૧૧૪ અબજ, ૮૦ કરોડ) કિલોગ્રામ જેટલું થાય. અત્યારે સોનાનો ભાવ સરેરાશ કિલોગ્રામ દીઠ ૩૦ લાખ રૃપિયા જેવો બેસે છે. એ હિસાબે રાજસ્થાનની ધરતીમાં અબજો અબજો રૃપિયાનું સોનુ ધરબાયેલું છે.
જીએસઆઈના ડિરેક્ટર એન.કે.રાવે જણાવ્યુ હતું કે આ સોનું બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં છે, પરંતુ તેનું એક્ઝેટ લોકેશન જાણ્યા પછી જ ઉત્ખન્ન કાર્ય આરંભાશે. સોના ઉપરાંત તાંબાનો પણ મોટો જથ્થો અહીંની ધરતીમાં જોવા મળ્યો છે. આ બે શહેર ઉપરાંત સિકર જિલ્લાના નીમ કા થાના વિસ્તારમાં પણ પેટાળની તસાપ ચાલી રહી છે.
સોના અને તાંબા ઉપરાંત જયપુરના પેટાળમાં સીસું (લીડ) અને ઝીંકની હાજરી જોવા મળી છે. લીડ-ઝીંકનો જથ્થો કુલ મળીને ૩૫ કરોડ ટન થવા જાય છે. આ બન્ને ધાતુ રાજપુરા-દારીબા વિસ્તારની ખાણમાં મળી આવી છે. રાજસ્થાનમાં જોકે વર્ષોથી તાંબુ તો મળે જ છે. અત્યાર સુધીમાં રાજસ્થાનની ધરતીમાંથી કુલ ૮ કરોડ ટન તાંબુ હોવાની જાણકારી તો મળી ચૂકી છે.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
પાક. અભિનેતા અલી ઝફર પર ગાયિકા મિશાનો જાતીય શોષણનો આરોપ
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News