Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મંગળ ઉપર જવા માટે 1.3 લાખ ભારતીયોએ ટિકિટ બુક કરાવી

- અમેરિકન અવકાશ એજન્સી નાસાએ ટ્વિટર ઉપર જાહેરાત કરી

- નાસાના 2018ના મંગળ મિશન માટે વિશ્વમાંથી કુલ 24 લાખ લોકોએ નામ નોંધાવ્યા: બધાં નામોની ચિપ મંગળ ઉપર

નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

નવેમ્બર-૨૦૧૮માં નાસાનું મંગળ મિશન લોંચ થશે. એ મિશનમાં મંગળ સુધી પહોંચવા માટે ઓનલાઈન ટિકિટ બૂક થઈ હતી. જેમાં ૧.૩ લાખ ભારતીયોએ બુકિંગ કરાવ્યું હતું. દુનિયાભરમાંથી ૨૪ લાખ લોકોએ મંગળ મિશન માટે ટિકિટ બૂક કરાવી હતી.

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ૨૦૧૮માં હાથ ધરાનારા મંગળ મિશન માટે વિશ્વભરમાંથી કુલ ૨૪,૨૯,૮૦૭ લોકોએ મંગળ ઉપર પહોંચવા માટે ટિકિટ બૂક કરાવી છે.

એમાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર હતી. નાસાના કહેવા પ્રમાણે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ મંગળ ઉપર જવા માટે ટિકિટ બૂક કરાવી હતી. નાસાએ ટ્વીટરમાં તમામ લોકોનો આભાર માનતા લખ્યું હતું કે ૨૦૧૮માં મંગળ ઉપર લેન્ડ થનારા મિશનના ટ્રાવેલ માટે ટિકિટ બૂક કરાવવા બદલ આપ સૌનો અભાર.

આ મિશન હેઠળ મંગળ ઉપર જવા માટે બુકિંગ કરાવનારા લોકોમાં સૌથી વધુ અમેરિકનો હતા. લગભગ ૬ લાખ અમેરિકનોએ બુકિંગ કરાવ્યું હતું. બીજો નંબર ચીનાઓનો આવ્યો. ૨ લાખ ૬૨ હજાર ચીનીઓએ મંગળની ટિકિટ બૂક કરી હતી.

૧.૩ લાખ સાથે ભારતીયો આ યાદીમાં ત્રીજા નંબરે હતાં. ભારત ત્રીજા નંબરે રહ્યું એની નોંધ લઈને નાસાએ કહ્યું હતું કે ભારતમાં મંગળમિશન પછી લોકોમાં મંગળ પ્રત્યે રૃચિ વધી છે. તેના ભાગરૃપે આ બુકિંગમાં માતબર લોકોએ નામ નોંધાવ્યા હતા.

નાસા ૨૦૧૮ના મે માસમાં મંગળ મિશન લોંચ કરશે. એમાં નામ નોંધાવનારા લોકોની નામની ચિપ બનાવીને મંગળ સુધી પહોંચશે. મંગળ ઉપર નામ પહોંચાડવા માટે ઓનલાઈન બુકિંગ કરાયું હતું. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. 

અગાઉ નાસાએ ૨૦૧૫માં પણ મંગળ પર નામ મોકલવા માટે એન્ટ્રી મંગાવી હતી. એ વખતે ૮,૨૭,૦૦૦ લોકોએ નાસાને નામ મોકલ્યાં હતાં.

નાસાના ઈનસાઈડ મિશનમાં જે લોકોએ નામ નોંધાવ્યા છે એમને ઓનલાઈન બોર્ડિંગ પાસ પણ અપાશે. જેમાં મંગળના પ્રવાસની ટિકિટની વિગતો હશે. નાસાનું ઈનસાઈડ મંગળ મિશન મંગળ ઉપર ભૂકંપના અભ્યાસ માટે ખાસ તૈયારી સાથે રવાના થશે.

Post Comments