Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી

- કલ્યાણથી ઉપડેલી લેડીઝ સ્પેશિયલમાં મોટરવુમન, ગાર્ડ સહિત ટીસી, આરપીએફ પણ મહિલા

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મધ્ય રેલવે પ્રશાસને કલ્યાણથી છૂટતી લેડીઝ સ્પેશિયલ લોકલની જવાબદારી આજે મહિલા મોટરવુમન મુમતાઝ કાઝી અને મહિલા ગાર્ડ મયુરી કાંબળેને આપી હતી.

આજે મહિલા વિશેષ લોકલને મહિલા રેલવે કર્મચારીઓએ સજાવીને મહિલા દિનની પ્રવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.  એક પ્રવાસીએ જણાવ્યું હતું કે અમે ડબામાં પ્રવેશ કરતા કંઈ વિશેષ હોવાનુ લાગ્યુ હતું. ડેકોરેશન્સને લીધે બધુ આકર્ષક લાગી રહ્યુ હતું. આને લીધે અમારો દિવસ બની ગયો હતો. મહિલાઓ માટે ખાસ લાગી રહ્યુ હતું.

ટ્રેન જેવી સ્ટેશન પર આવી ત્યારે મોટરવુમન અને ગાર્ડે ચાર્જ સંભાળી લીધો હતો. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી એ. કે. સિંગે જણાવ્યું હતું કે સીએસએમટી પર લોકલ પ્રવેશતાની સાથે જ તેનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા દિન નિમિત્તે અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા.

મોટરવુમને આ લોકલ સમયપત્રક અનુસાર સીએસએમટી(છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) સુધી પહોંચાડી હતી. કલ્યાણ સ્ટેશનથી દરરોજ સવારે ૮.૦૧ વાગ્યે સીએસએમટી માટે લેડીઝ સ્પેશ્યિલ લોકલ રવાના થાય છે. તે પ્રમાણે આજે પણ રવાના થઈ હતી. લોકલ રવાના થઈ તે પહેલાં મહિલા કર્મચારીઓનુ પ્રવાસીઓએ યોગ્ય સન્માન પણ કર્યું હતું. આ ઉપરાંત આ લોકલમાં ટીસી, આરપીએફ(રેલવે પ્રોટેકશન ફોર્સ) તરીકે મહિલા તૈનાત કરાઈ છે. તેમનુ પણ મહિલા પ્રવાસીઓએ સન્માન કર્યું હતું.

કોયના એક્સપ્રેસ અને ડેક્કન ક્વીનમાં કાયમી સ્વરૃપે મહિલા ટિકિટ ચેકરની નિયુક્તિ કરવામાં આવી છે. મહિલા લોકો પાયલટ સહિત તમામ મહિલા કર્મચારી ડેક્કન ક્વીન એક્સપ્રેસને મહિલા દિને મધ્ય રેલવેના જનરલ મેનેજર ડી. કે. શર્માએ લીલી ઝંડી આપી હતી. જ્યારે સીએસએમટીના પ્લેટફોર્મ નંબર ૧૪ પર મહિલા વિશ્રામગૃહમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

Post Comments