Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસ-એનસીપી ૧૫ વર્ષ સત્તામાં રહ્યા છતાં મુસ્લિમોને અનામત કેમ ન આપી?

- બંને પક્ષો ઉંધતા હતા?

- એમઆઈએમના ઈમ્તિયાઝ જલીલનો સણસણતો સવાલ

-મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે, અમારી સરકાર જ મુસલમાનોને મદદ કરશે
(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.૧૧ ઓગસ્ટ શુક્રવાર 2017
મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠા સમાજને  અનામત આપવા માટે આશરે બધા જ પોલિટિક્લ પાર્ટીઓ અને વિધાનસભ્યો એક બેનર હેઠળ આવ્યા હોવા છતા આ ભારત દેશનો અવિભાજ્ય  તબક્કો  એવા મુસલમાન સમાજને અનામત આપવા માટે એકમ કેમ આવતા નથી?  આવો સવાલ કરીને ઓલ ઈન્ડિયા મજાલેસ એ ઈત્તેહાદ્દુલ મુસલમાન (એઆઈએમઆઈએમ)ના ઔરંગાબાદના વિધાનસભ્ય ઈમ્તિયાઝ જલીલે છેલ્લે ૧૫ વર્ષ કોંગ્રેસ એનસીપીવાળાઓ  સત્તામાં હોવા છતાં  મુસલમાનોને અનામત આપી શક્યા નહીં ત્યારે બન્ને કોંગ્રેસવાળાઓ ૧૫ વર્ષ ઉંઘતા હતા કે? તો બન્ને કોંગ્રેસવાળાઓ પાસેથી કોઆ અપેક્ષા જ નથી સત્તામાં હોવા છતા તેઓ અનામત આપી શક્યા નહીં તેઓ હવે વિપક્ષમાં આવ્યા બાદ ક્યાંથી આપી શકશે, આવો ધારદાર પ્રહાર કર્યો હતો.

વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે મરાઠા સમાજને અનામત આપવા  પ્રત્યેની  સરકારની  નિશ્ચિત ભૂમિકા શું છે?  એ જાણી લેવા માટે ચર્ચા  રજૂ કરી હતી. એનસીપીના જયંતરાવ પાટિલે પણ ચર્ચામા ંસામેલ થયા હતા.  આજ ચર્ચામાં એઆઈએમઆઈએમના ઈમ્તિયાત્ર જાલિલે મરાઠા અનામત માટે કોંગ્રેસ એનસીપી સાથે બધા  એક મંચ ઉપર એક બેનર હેઠળ આવી શકે. પછી મુસલમાનો માટેની અનામત સમયે બધા કેમ એક  આવતા નથી? એવો સવાલ કર્યો.

શિવસેના-ભાજપ યુતિની આ પ્રત્યેની  ભૂમિકા તો પણ સ્પષ્ટ છે, એવું કહીને  ઈમ્તિયાઝ જાલિલે  મુસલમાન સમાજ આટલા વરસ કોંગ્રેસ સાથે વફાદાર  રહ્યા પણ એજ કોંગ્રેસ એનસીપીએ આ મુસલમાન સમાજ સાથે દગો-ફટકો કર્યો હોવાનો  આક્ષેપ કર્યો. ચૂંટણીમાં માત્ર પોતાના સ્વાર્થ માટે બન્ને કોંગ્રેસે  મુસલમાનોનો ઉપયોગ  કરી લીધો  એવું કહીને  ઈમ્તિયાઝ જલિલે  હવે આ સરકારે જ મુલમાનોને અનામત મેળવી આપવું જોઈએ, એવી માગણી કરી.

ભારતીય સંવિધાન મુજબ રાજ્ય સરકાર ચાલે છે એટલે સંવિધાન મુજબ જે જે આપવું શક્ય હશે  એ નિશ્ચિત જ આપવામાં આવશે. એક પણ દુનિશ્ચિત કરી શકાશે કે આ સરકારના પાંચ વર્ષના કાર્યકાલ  બાદ મુસલમાન સમાજને કોંગ્રેસ એનપીસી પાસે, જવાની જરૃર રહેશે જ નહીં એટલો વિશ્વાસ  ભાજપ-શિવસેના યુતિની  સરકાર લઘુમતિ સમાજમાં નિશ્ચિત જ નિર્માણ કરશે.

Post Comments