Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં'પદ્માવત' ફિલ્મ પ્રદર્શિત થશે કે નહી એ વિશે અનિશ્ચિતતા

- આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મની રજૂઆત વિશે સંકેત ટુરિઝમ પ્રધાને આપ્યો છે

મુંબઇ, તા.૧૦ જાન્યુઆરી 2018, બુધવાર

વિવાદ અને વિરોધ વચ્ચે 'પદ્માવત' ફિલ્મને સેન્સર બ૭ોર્ડે તો લીલી ઝંડી દેખાડી દીધી. પરંતુ મહારાષ્ટ્રમાં આ ફઇલ્મ રિલિઝ થશે કે નહીં એ વિશે અનિશ્ચિતતા પ્રવર્તે છે એવો સંકેત રાજ્યના પર્યટન પ્રધાન જયકુમાર રાવલે આપ્યો હતો. તેમણે કહ્યું ફિલ્મના કયા ભાગ ઉપર સેન્સરે કાતર ફેરવી છે એ જોવું પડશે.

સંજય લીલા ભણસાલીએ ઇતિહાસ સાથે ચેડાં કર્યા છે એવો આક્ષેપ કરીને રાજપૂત સમાજે દેશભરમાં વિરોધનો વંટોળ જગાવ્યો છે. રાજસ્થાનમાં તો આ ફિલ્મ પ્રદર્શિત કરવાની મુખ્ય પ્રધાન વસુંધરારાજે સિંધિયાએ જ મનાઇ ફરમાવી દીધી છે.

સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાય ભાગો પર કાતર ફેરવીને રજૂ કરવાની મંજૂરી આપી છે. આ ફિલ્મનું નામ 'પદમાવતી' હતું એ બદલીને 'પદ્માવત' કરવામાં આવ્યું છે. સરકાર આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખશે? એમ પૂછવામાં આવતા પર્યટન પ્રધાન રાવળે કહ્યું હતું કે આ વિશે કહેવા માટે હું અધિકારી વ્યક્તિ નથી.

Post Comments