Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉદ્ધવ ઠાકરે લોકોને ઉલ્લૂ જ બનાવે છે : રાણે

- શિવસેનાના વડા ઉપર જોરદાર પ્રહાર

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

કોંકણમાં  ગ્રીન રીફાઇનરી પ્રોજેક્ટ ઉભો થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટના કારણે શિવસેના અને નારાયણ રાણે સામસામે આવી ગયા છે. આજે મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીના સર્વેસર્વા, માજી મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપર જોરદાર 'પ્રહાર' કરતા કહ્યું છે કે, એક તરફ રિફાઇનરી પ્રોજેક્ટને વિરોધ હોવાનું કહેવું અને બીજી તરફ આ પ્રોજેક્ટને લાગતી બધી પરવાનગીઓ આપી દેવી. આ રીતે ઉદ્ધવ ઠાકરે લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરી રહ્યા છે.

અમુક દિવસો પહેલા જ નારાયણ રાણેએ ગ્રીન રીફાઇનરી પ્રોજેક્ટના સંદર્ભે શિવસેના ઉપર ટીકાસ્ત્ર છોડયું હતું. શિવસેના આ પ્રોજેક્ટ પ્રત્યે બેવડૂ વલણ અપનાવતી હોવાનો 'પ્રહાર' કરીને આ સંદર્ભે શિવસેનાનો સાચો ચહેરો સામે લાવવાનો નિર્ધાર બોલી બતાવ્યો હતો. બે દિવસથી રાણે કોંકણની મુલાકાતે આવ્યા છે અને આ પ્રોજેક્ટના વિરોધમાં રેલીઓ સંબોધીત કરી રહ્યા છે.

નારાયણ રાણે સાથે એમના બન્ને પુત્રો માજી સાંસદ નિલેશ અને વિધાન સભ્ય નિતેશ આ બન્ને પણ રેલીમાં શિવસેના ઉપર પ્રહાર કરતા દેખાય છે. આજે રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પ્રોજેક્ટનો વિરોધ કરે છે જ્યારે એમના પાર્ટીના નેતા ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇ પ્રોજેક્ટને પરવાનગીઓ આપીને જીઆર બહાર પાડી રહ્યા છે. આવી રીતે ઉલ્લુ બનાવવાનું કામ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે.

બહારથી પ્રોજેક્ટનો વિરોધ બતાવવો અને અંદરખાને જમીનનો વ્યવહાર કરવો આવી શિવસેનાની નીતિ છે. હિંમત હોય તો ઉદ્ધવ ઠાકરેએ પ્રોજેક્ટ રદ કરી બતાવવો, એવા શબ્દોમાં પડકાર ફેંકીને નારાયણ રાણેએ આગળ ઉમેર્યું કે, કોના દબાવ હેઠળ પોલીસ અને રેવેન્યુ ઓફિસરો સર્વ સામાન્ય લોકોને તકલીફ આપી રહ્યા હશે તો એ અમે સાંખી નહીં લઇશું. દરમિયાન, આ પ્રોજેક્ટ પ્રત્યે હું ટુક સમયમાં જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેવાનો છું, એમ પણ નારાયણ રાણેએ જાણકારી આપી.

Post Comments