Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે વિશ્વ મહિલા દિને સેનેટરી નેપકિનનું વિતરણ કરાશે

- સ્વચ્છ મુંબઈ અને સ્વસ્થ મહિલા ના સંદેશો સાથે

- પેડમેન ફિલ્મનો ફ્રી શો ફક્ત મહિલા માટે યોજાશે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ,તા.૭ માર્ચ 2018, બુધવાર

આવતીકાલે વિશ્વ મહિલા દિન હોવાથી કોંગ્રેસ દ્વારા છ વોર્ડમાં સેનિટરી નેપકિન વિતરણ કરશે. જ્યારે ભાજપ દ્વારા મહિલાઓને મલાડમાં પેડમેન ફિલ્મનો શૉ મફતમાં રાખ્યો છે.

મુંબઈ મહિલા કોંગ્રેસના નવનિર્વાચિત અધ્યક્ષા ડૉ. અજંતા યાદવના નેતૃત્વ હેઠળ આવતીકાલે ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિને મુંબઈના છ વોર્ડમાં ઉજવવામાં આવશે. આ નિમિત્તે છ વોર્ડમાં ૬ હાર સેનિટેરી નેપકિનનું વિતરણ કરાશે. એટલું જ નહિં સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર કિશોરીઓને તેમ જ મહિલાઓને સેનિટેરી નેપકીનનો ઉપયોગ તેમજ ડિસ્પોસ કરવાનું માર્ગદર્શન આપશે.

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૃપમે જણાવ્યું હતું કે સ્વચ્છ મુંબઈ અને સ્વસ્થ મહિલા નો સંદેશો સાથે મહિલા દિન ઉજવવામાં આવશે. મહિલાઓને મફત સેનિટેરી નેપકિનનું વિતરણ કરાશે. મુંબઈમાં સર્વે સાર્વજનિક શૌચાલયમાં મફત સેનિટરી વેન્ડિંગ મશીન તથા સેનિટરી ડિસ્પોસ મશીન મૂકાશે.

ભાજપની મલાડની પી/નોર્થ વોર્ડની અધ્યક્ષા તથા નગરસેવિકા દક્ષા પટેલ દ્વારા મહિલાઓને સેનેટરી નેપકિન બાબતેની જાણ આપવા માટે સુપ્રસિદ્ધ થયેલી પેડ મેન ફિલ્મોન શો મલાડ (પૂર્વ)ની સંગીતા થિયેટરમાં સવારે ૯ વાગ્યે સો રાખ્યો છે. મહિલાઓને આ ફિલ્મ મફતમાં જોવા મળશે. એટલું જ નહિ ફિલ્મ જોવા આવનારી મહિલાને બે સેનિટરી નેપકિન પણ આપવામાં આવશે. એમ દક્ષા પટેલે જણાવ્યું હતું.

Post Comments