Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દહાણુમાં સમુદ્રમાં ફરવા ગયેલા કોલેજિયોની બોટ પલટી ખાઇ જતા ત્રણ વિદ્યાર્થિનીના મોત

- સ્થાનિક માછીમાર, કોસ્ટલગાર્ડના હેલિકોપ્ટર, પોલીસ, ફાયરબ્રિગેડની મદદથી અન્ય વિદ્યાર્થીઓને બચાવાયા

- બોટના માલિક સામે કેસ દાખલ કરાયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

દહાણુના સમુદ્રમાં ફરવા ગયેલા કોલેજિયન મિત્રોની બોટ પલટી ખાઇ જતા પાણીમાં ડૂબી ગયેલી ત્રણ વિદ્યાર્થિનીના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સહિત ૩૦ વધુ જણને બચાવી લેવામાં આવ્યા હતા પણ ચાર જણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેલ્ફી લેવાના ચક્કરમાં આ ઘટના બની હોવાનું આ મામલે બોટના માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેને તાબામાં લઇ વધુ તપાસ હાથધરી છે.

દહાણુ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શંખેએ જણાવ્યું હતું કે દહાણુમાં આવેલી કે.એસ.પોંડા હાઇસ્કૂલમાં ભણતા ૧૧ અને ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ આજે સવારે પારનારા સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાંથી તેઓ બોટમાં ફરવા ગયા હતા. સમુદ્રમાં અંદાજે બે નોટિકલ માઇલ અંદર ગયા હતા ત્યારે આ કોલેજિયન વિદ્યાર્થીઓની બોટ પલટી ખાઇ ગઇ હતી. બીજી તરફ  સેલ્ફી લેવા જતા સંતુલન ગુમાવતા બોટ પલટી ખાઇ ગઇ હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

આ બનાવની ખબર પડતા સ્થાનિક માછીમારો બોટમાં કોસ્ટગાર્ડના અધિકારી હેલિકોપ્ટરમાં પોલીસ અને ફાયર બ્રિગેડ તેમની મદદ માટે પહોંચી ગયા હતા. તેમણે યુદ્ધના ધોરણે બચાવ કામગિરી હાથધરી હતી. તેમની મદદથી પાણીમાં ડૂબી ગયેલા ૩૦થી વધુ વિદ્યાર્થીઓને અને બોટના ચાલકને બચાવી લેવામાં આવ્યા હતા પણ ત્રણ વિદ્યાર્થિનીની સોનલ સુરતી, જાન્હવી સુરતી, સંસ્કૃતિ માયાવંશીના મોત નિપજ્યા હતા.

તેમના મૃતદેહો ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓના માતા- પિતા  સમુદ્ર કિનારે પહોંચી ગયા હતા. અહીં લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. બોટના માલિક વિદ્યાર્થીઓની સુરક્ષાની દેખરેખ રાખી નહોતી. તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Post Comments