Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોકલના મહિલા ડબામાં અસ્થિર મગજનો શખસ ચાકુ લઈને ઘૂસતા ગભરાટ ફેલાયો

- પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તે વ્યક્તિ કાદિવલી સ્ટેશનના બ્રિજની નીચે લટક્તો રહ્યો : બે કલાક બાદ પકડાયો

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

કાંદિવલી રેલવે સ્ટેશને આજે બપોરે એક માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ડબામાં ઘુસી જતાં ધમાલ થઈ હતી. આ વ્યક્તિની ઓળખ હજી સુધી તઈ નથી. પરંતુ પોલીસે તેને તાબામાં લેતાં મોટો અનર્થ ટળ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર શરૃઆતમાં માનસિક રીતે અસ્થિર લોકલના મહિલા ડબામાં ઘૂસ્યો હતો. તેના હાથમાં ચાકુ હોવાથી અનેક મહિલા પ્રવાસીઓ ગભરાઈ ગઈ હતી.

મલાડથી કાંદિવલી સ્ટેશન વચ્ચે આ વ્યક્તિ મહિલા ડબામાં હતો. ટ્રેન કાંદિવલી સ્ટેશને પહોંચ્યા બાદ રેલવે પોલીસને તે બાબતે માહિતી આપવામાં આવી હતી. પોલીસે તેને પકડવા ડબામાં ગઈ તો તે માનસિક રીતે અસ્થિર વ્યક્તિ કાંદિવલી સ્ટેશનના બ્રિજની નીચે લટક્યો હતો.

બ્રિજની નીચે ઓવરહેડ વાયર હોવાથી રેલવે પોલીસ અને અગ્નિશામક દળના કર્મચારીઓ તેને નીચે ઉતરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આખરે બે કલાકની મહેનત બાદ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ બ્રિજની નીચે પડયા બાદ પોલીસે તેને તાબામાં લીધો હતો.

Post Comments