Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશભરની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ તણાવગ્રસ્ત નાગરિકો

- દેશની કુલ લોકસંખ્યામાંથી ૩૧ ટકા મુંબઈગરા તણાવ હેઠળ જીવતા હોવાનું એક સર્વેમાં જણાઈ આવ્યું

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૧ બુધવાર, ઓક્ટોબર 2017
કુલ લોકસંખ્યામાંથી ૩૧ ટકા મુંબઈગરા તણાવભર્યું જીવન જીવતાં હોવાનું એક સર્વેમાં જણાઈ આવ્યું છે. તેમ જ સંપૂર્ણ દેશમાં મહત્ત્વના શહેરોમાં ૬૦ ટકા નાગરિકો તણાવ હેઠળ જીવતાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ડોક્ટરોની ઓનલાઇન સલાહકાર સંસ્થાએ કરેલાં સર્વેમાં આ જણાઈ આવ્યું છે. જેમાં દિલ્હીમાં ૨૭ ટકા, બેગલુરુમાં ૧૪ ટકા, હૈદ્રાબાદમાં ૧૧ ટકા, ચેન્નાઈમાં ૧૦ ટકા કોલકત્તામાં ૭ ટકા પ્રમાણ છે. આ તમામ લોકો આ સર્વે અનુસાર અપૂરતો સમય, આપેલું કામ સમયસર પૂર્ણ ન કરી શકે, માનસિક તણાવથી સંઘર્ષ, ઓફિસનુ રાજકરણ, ઓવરટાઇમ કામ કરવું તેમ જ પ્રોફેશન જીવન અને અંગત જીવનમાં યોગ્ય સંતુલન ન હોવાનું મુખ્ય કારણ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે લોકો તણાવ હેઠળ પોતાના પરિવાર અને મિત્રો સાથે બરાબર વાતચીત કરતાં નથી. પરંતુ સારી તબિયત રાખવા માટે મહત્ત્વનું એ છે કે તેમણે તેમની નિરાશા અને ભાવના વ્યક્ત કરવી જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમને કઈ વાત પરેશાન કરે છે એ વાતની તેમને ખબર હોવી જોઈએ. જેથી તેમાંથી બહાર નીકળી શકાય. ઘણા સમય સુધી તણાવપૂર્ણ ભાવનાને લીધે નાગરિકોની તબિયતને અસર થઈ શકે છે.

સર્વે અનુસાર મીડિયા અને જનસંપર્ક ક્ષેત્રમાં ૨૨ ટકા, બીપીઓમાં ૧૭ ટકા, ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમમાં ૯ ટકા અને જાહેરાત તેમ જ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં આઠ ટકા વ્યક્તિ તણાવ હેઠળ જીવન જીવે છે. તેમ જ સેલ્સ અને માર્કેટીંગ ક્ષેત્રમાં સૌથી વધુ ૨૪ ટકા વ્યક્તિ તણાવ હેઠળ જીવતાં હોવાનો દાવો આ સર્વેમાં કરાયો છે.

આ સર્વયે ૧૦ ઓક્ટોબર ૨૦૧૬થી બાર મહિનાના સમયગાળામાં કરાયો હતો. એ વખતે ડોક્ટરોની એક ટીમે અંદાજે એક લાખ નોકરી કરતાં નાગરિકો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા પરથી નિષ્કર્ષ કાઢવામાં આવ્યું હતું.
 

Post Comments