Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરક્રાફ્ટમાં ખામી સર્જાતા એરપોર્ટનો મુખ્ય રન-વે અડધો કલાક બંધ રહ્યો

- મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર

- અનેક ફલાઇટો મોડી પડી

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર મુખ્ય રન-વે પર આજે બપોરે બેંગકોકથી આવી રહેલી ફલાઇટમાં હાઈડ્રોલીક ફેલીયોર થતાં ફલાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી.

મુખ્ય રન-વે પર ઇમરજન્સી જાહેર કરાઈ હતી. ફલાઇટે આજે બપોરે ૧૨.૦૯ વાગ્યે ઉતરાણ કર્યું હતું. એરલાઇન્સના કાર્ગો એરક્રાફટમાં હાઇડ્રોલીક ફેલીયોર જણાઈ આવતાં એરપોર્ટનો મુખ્ય રન-વે અડધો કલાક માટે બંધ કરવુ પડયો હતો. ફલાઇટના ડિફલેટેડ ટાયરને લીધે પણ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડયું હતું.

આ બનાવને લીધે ફલાઇટ સેવાને અસર થઈ હતી. મુખ્ય રન-વે બંધ કરાતા બીજા રન-વેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દમિયાન એરક્રાફટને હટાવવાની કામગિરી કરાઈ હતી. પરંતુ અન્ય રન-વેની મુખ્ય રન-વે જેટલી ક્ષમતા નથી. જેના લીધે અનેક ફલાઇટો મોડી પડી હતી. ગયા મહિને સમારકામ હાથ ધરવામાં આવ્યુ હોવાથી અનેક ફલાઇટો મોડી પડી હતી.

Post Comments