Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સચિન તેંડુલકરની પુત્રીના નામની શરદ પવાર બાબતે વાંધાજનક ટ્વિટ કરનારની ધરપકડ

- બનાવટી ટ્વિટર એકાઉન્ટ બનાવનારો આરોપી અંધેરીમાં ઝડપાય ગયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારાના નામથી બનાવટી ટ્વિટર એકાઉન્ટ બનાવીને એનસીપી અધ્યક્ષ શરદ પવાર બાબતે વાંધાજનક ટ્વિટ કરનારા યુવકની અંધેરીથી ધરપકડ કરવામાં આવી છએ. આ યુવક સોફ્ટવેર એન્જિનિયર હોવાનું કહેવાય છે. કોર્ટે તેને ૯ ફેબુ્રઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

અંધેરીમાં આવેલા ઘરેથી જ આરોપી નિતીન (ઉં.વ. ૩૯)ને સાયબર પોલીસે ઝડપી લીધો હતો. હાલમાં સારા લંડનમાં અભ્યાસ કરી રહી છે. પાંચ મહિના અગાઉ નિતીને ગુગલ પરથી સારાનો ફોટો ડાઉનલોડ કર્યો હતો ત્યારબાદ તેના નામથી એક બનાવટી ટ્વિટર એકાઉન્ટ શરૃ કર્યું હતું. ગત વર્ષે ૯ ઓક્ટોબરના આરોપીએ  આ એકાઉન્ટ પરથી એનસીપીના નેતા શરદ પવાર બાબતે વાંધાજનક ટ્વિટ કરતા વિવાદ થયો હતો. તે સમયે સારા લંડનમાં હતી. પણ આ મામલાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કેસની સાયબર પોલીસ તપાસ કરી રહી હતી.

જે મોબાઇલ ફોનથી બનાવટી ટ્વિટર એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તેનો આઇએમઇઆઇ નંબર પોલીસે હતો. પછી આઇપી એડ્રેસની પણ પોલીસે શોધખોળ કરી હતી. જેના આધારે પોલીસ આરોપી નિતીનના ઘરે પહોંચી ગઇ હતી. દરમિયાન અગાઉ સારા તેંડુલકરના અપહરણની ધમકીભર્યા ફોન કરનારા  આરોપી દેવકુવારની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાય હતી.

Post Comments