Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થાણે પોલીસ કમિશનર ઓફિસની મહિલા કર્મચારી લાંચ લેતા ઝડપાઇ

(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગૃહકર્જના પ્રકરણમાં ખામી દુરસ્ત કરી આગળ મોકલવા અને મંજુરી માટે મોકલવા માટે પોલીસ નિરક્ષક પાસેથી પાંચ હજાર રૃપિયાની લાંચ સ્વીકારતાં એક વરિષ્ઠ મહિલા કારકુન લાંચ રુશ્વત પ્રતિબંધક ખાતાએ પોલીસ આયુક્તલયમાં છટકુ ગોઠળી પકડી લેવાથી ખળભળાટ મચી ગયેલો છે. વંદના દાવળે (૩૯) રહેવાસી કલ્યાણ એવું આ લાંચખોર વરિષ્ઠ કારકુન મહિલાનું નામ હોઇ તે પોલીસ આયુક્તાલયમાં બીજા માળે આવેલ હિસાબી શાખામાં કાર્યરત છે.

તકરારદાર પોલીસ ઉપનિરિક્ષકે ૩૨ લાખ  હોમ લોન મેળવવા માટે પોલીસ મહાસંચાલક કાર્યાલય તરફથી મંજુરી મેળવ્યા બાદ થાણા પોલીસ આયુક્ત કાર્યાલયના હિસાબી શાખામાં ગૃહ કર્જની ફાઇલ આવી હતી પરંતુ કેટલીક ખામીઓ દુરસ્ત કરી આ ફાઇલ આગળ મોકલવા અને મંજુરી માટે દાવળે એ પોલીસ ઉપનિરિક્ષક પાસે લાંચ માગી હતી. જેથી આ અધિકારીએ થણા લાંચ રુશ્વત વિભાગને તકરાર કર્યા બાદ તપાસ કરતાં લાંચ માગ્યાનું જાણવા મળ્યું હતું.

દાવળેને રંગે હાથ પકડવા માટે લાંચ રુશ્વત પ્રતિબંધક વિભાગે ગુરુવારે બપોરે થાણા પોલીસ આયુક્ત કાર્યાલયમાં છટકુ ગોઠવ્યું હતું. ઉપનિરિક્ષક પાસેથી લાંચની રક્કમ સ્વીકારતાં દાવળેને તેના જ કાર્યાલયમાંથી અટક કરી હતી. આ કારવાઇ બાદ એ.સી.બી. એ તેને કલ્યાણ ખાતે છાપો મારી પકડીને તેને શુક્રવારે ન્યાયલયમાં હાજર કરી હતી.
 

Post Comments