Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇમાં તારી ચડ્ડી ઉતારી નહીં તો મારૂ નામ આદિત્ય નારાયણ નહી

- એરપોર્ટ પર સામન્ય બોલાચાલીમાં ઉદિત નારાયણના પુત્રએ કર્મચારીને આપી ધમકી

- પાપા કહેતે હે બડા નામ કરેગા ફેમ ઉદિત નારાયણના દિકરાએ શર્મથી માથું ઝુકી જાય એવું કામ કર્યું

મુંબઇ, તા. 2 ઓક્ટોબર 2017, સોમવાર

પાપા કહેતે હે બડા નામ કરેગા ફેમ બોલીવુડના જાણીતા પ્લેબેક સિંગર ઉદિત નારાયણના પુત્રના કારણે તેમનું નામ મોટુ તો નહીં પરંતુ શર્મથી માથું ઝુકી જાય એવું કામ કર્યું છે. આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એરપોર્ટ પર રોફ જમાવી કર્મચારી સાથે અભદ્ર ભાષામાં ધાકધમકી આપે છે.

વાયરલ થઇ રહેલો વિડીયો રાયપુર એરપોર્ટનો છે જ્યાં ઇન્ડિગો એરલાઇનના સ્ટાફ પર આદિત્યા બુમબરાડા પાડી રહ્યો છે. મીડિયા અહેવાલની માને તો આદિત્ય તે સમયે પોતાના પરનો કાબુ ગુમાવી દીધો હતો.

આદિત્ય એ હદે ગુસ્સે ભરાયો હતો કે તેણે સ્ટાફ મેમ્બરને ધમકી આપી બેઠો કે તારી ચડ્ડી ઉતારી ન નાખી તો મારુ નામ પણ આદિત્ય નારાયણ નહીં. ઇન્ડિગોના મેનેજમેન્ટ અનુસાર આદિત્ય નારાયણને વધારાના લગેજ માટે 13 હજાર ચૂકવવાના હતા પરંતુ તે 10 હજાર રૂપિયા ચૂકવવા પર અડ્યો હતો. જેને લઇને આ વિવાદ થયો હતો. જે સમયે આદિત્યની કર્મચારી સાથે તૂ તૂ મે મે થઇ રહી હતી તે સમયે કોઇ પેસેન્જરે ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો.

Post Comments