Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાએ આડકતરી રીતે સરકારની ટીકા કરી : ચારે જજની પ્રશંસા કરી

- સુપ્રિમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિ જાહેરમાં બોલવાના મુદ્દા પર

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

અદાલતના વહિવટ ઉપર આંગળી ચિંધનારા સુપ્રીમ કોર્ટના ચારે જજેસના શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે શિવસેના ભવનમાં બોલાવવામાં આવેલા એક પ્રેસ કોન્ફરન્સમાં વખાણ કર્યા. આ ચારે જ્જોસ વખાણ કરવા યોગ્ય છે. કદાચ એમના ઉપર કારવાઇ થશે પણ આ કારવાઇ પક્ષપાતી ના થવી જોઇએ એવું કહેતા કહેતા ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કોઇએ પણ રાજનીતિ કરવી ના જોઇએ એવું પણ સંભળાવી દીધું.

ન્યાય વ્યવસ્થા આ આંધણી હોવાનું કહેવાય છે એ નિ:પક્ષપાતી/પક્ષપાત વગરના નિર્ણય આપે છે એટલે એને આંધળી કહેવાય છે પણ આજ ન્યાય વ્યવસ્થાને આંધળી અને બેરી કરવાનું કામ કોઇએ કરવું ના જોઇએ, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ ખખડાવ્યું. જજેસએ પત્રકાર પરિષદ લેવી આ ચોંકાવનારું હતું તો પણ આ ચારે જજેસના વખાણ થવા જોઇએ. મૂળમાં એમની ફરિયાદી તરફ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવવું જોઇએ.

એમની ફરિયાદો તરફ ઉંડાણ સુધી જવું જોઇએ અને કોઇપણ પરિસ્થિતિમાં સરકારે હસ્તક્ષેપ કર્યા વગર તેમજ આ મુદ્દાનું રાજકારણ કર્યા વગર આ ફરિયાદોનો ઉકેલ લાવવો જોઇએ, એવું પણ શિવસેના પક્ષ પ્રમુખે કહ્યું. હવે ન્યાય વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવો કે નહીં એવો સવાલ લોકો સામે ઉભો થયો છે.

સરકારે ન્યાય વ્યવસ્થાને એમનું કા કરવા દેવું જોઇએ, એમ ઉમેરી ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે, દેશના લોકો પોતપોતાની જવાબદારી પાર પાડે છે કે? આવો સવાલ હવે ઉભો થાય છે. માત્ર ચૂંટણીઓ જીતવી એટલે જ વહિવટ ચલાવવું એમ થતું નથી એવો ટોણો પણ ઉદ્ધવે લગાવ્યો. ન્યા.લોપાના મોત પ્રકરણની તપાસ થવી જોઇએ. જેને  ડર નથી એને જર શા માટે? એમ પણ ઉદ્ધવે કહ્યું.

ઉજ્જવલ નિકમે હાઇકોર્ટમાં લડવું
પત્રકાર પરિષદ શરૃ થતા પહેલા કોપર્ડી પ્રકરણમાંના પીડિત કન્યાના પિતાશ્રી બબન સુદ્દીક અને સ્થાનિક ગ્રસ્સ્થોએ આજે શિવસેના ભવનમાં પક્ષ પ્રમુક્ષ ઉદ્ધવ ઠાકરેની  મુલાકાત લીધી અને લગભગ અડખો કલાક સુધી ચર્ચા કરી એ સમયે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોપર્ડી ખટલો મુંબઇ હાઇકોર્ટમાં પણ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે લડવી જોઇએ. સરકારે મુંબઇ હાઇ કોર્ટમાં પણ ઉજ્જવલ નિકમની જ નિમણુંક કરવી જોઇએ એવી માગણી કોપર્ડીના ગ્રામસ્થો તરફથી આપણા પાસે કરવામાં આવી ઉદ્ધવ ઠાકરેએ કોપર્ડી ગ્રામસ્થોની માગણીનું સમર્થન કર્યું અને ઉજ્જવલ નિકમ એજ હાઇકોર્ટમાં લડવું એવી માગણી કરી.

Post Comments