Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું

- ભાજપને અપશુકન કરાવવા

- ૪૦ બેઠકો ઉપર લડશે

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા ૨૨ વર્ષથી સત્તામાં રહેલા ભારતીય જનતા પાર્ટીને અપશુકન કરવા માટે ભાજપની જીતનો ઘોડો રોકવા માટે મુંબઇથી શિવસેનાએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હોવાનું અને વિધાનસભાની ૪૦ બેઠકો લડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

શિવસેનાના રાજ્યસભા સાંસદ, શિવસેના સચિવ અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્વાસુ હોદ્દેદાર અનિલ દેસાઇની ગુજરાત રાજ્ય સંપર્ક પ્રમુખ પદે નિયુક્તી કરવામાં આવી છે અને અનિલ દેસાઇ, મુંબઇની નગરસેવિકા અને એનસીપીમાંથી શિવસેનામાં આવેલા નેતા આજે અમદાવાદ ખાતે રવાના થઇ ગયા છે.

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જોરદાર રેલીઓ કાઢીને સત્તાપક્ષ ભાજપને પરસેવો લાવવાનું કામ કર્યું છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર, દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપના વિરોધમાં કમર કસી છે. ત્યારે હવે શિવસેનાએ ભાજપ સામે ચૂંટણીના સમરાંગણમાં ઝંપલાવ્યું છે.

ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાય છે પણ ત્યાં જ ૪૦ બેઠકો લડવા માટે શિવસેનાએ ગુજરાતની ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. સૂરત અને રાજકોટ આ વિસ્તારમાં શિવસેના મોટા પાયે ઉમેદવારો ઊભા કરશે જ્યાં  મરાઠી ભાવિકોની વસ્તી મોટી હોવામાં શિવસેના ભાજપને ફટકો આપી શકે એવું હોવાનું નગરસેવિકા રાજુલ પટેલેએ સ્પષ્ટ કર્યું.

ગુજરાતમાં શિવસેના કોઇ પણ પાર્ટી સાથે યુતિ અથવા જોડાણ કરશે નહીં. હાર્દિક પટેલ સાથે શિવસેનાના સારા સંબંધો છે. પણ છેલ્લો નિર્ણય પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ લેશે એવું રાજુલ પટેલેએ જણાવ્યું.
 

Post Comments