Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસઇમાં બાળકીની બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને આજીવન કેદની સજા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

વસઇમાં વર્ષ ૨૦૧૪માં ૧૨ વર્ષીય બાળકીની બળાત્કાર ગુજારીને હત્યા કરનારા ૨૪ વર્ષીય આરોપીને કોર્ટે આજીવન કેદની સજા આપી છે. વસઇ સ્થિત શારજામોરી ગામમાં રહેતા રાહુલ ગજાનન તુમ્બાડાની હત્યા અને બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે આ નરાધમને ૧૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ૧૬ જાન્યુઆરી ૨૦૧૪ના આરોપી રાહુલે આ વિદ્યાર્થિનીને સ્કૂલમાંથી ઘરે બાઇક પર લઇ જવાની લાલચ આપી હતી.

આ માસૂમ તેના પર વિશઅવાસ કરીને બાઇક પર બેસી હતી. પણ રાહુલ તેને ઘરના બદલે નિર્જન સ્થળે લઇ ગયો હતો.  જ્યાં  રાહુલે બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી હતી. ૧૮ જાન્યુઆરીના ખેતરમાં તેની લાશ મળી હતી.

Post Comments