Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજધાની એક્સપ્રેસમાં વિમાન જેવી સુવિધા પૂરી પડાશે

- પ્રત્યેક ડબાને પચાસ લાખના ખર્ચે નવો ઓપ આપવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

પશ્ચિમ રેલવેના માર્ગ પર દોડતી મુંબઈથી અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં અત્યાધુનિક બદલાવ કરવામાં આવ્યા બાદ હવે ભારતીય રેલવેપની પ્રતિષ્ઠિત મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પણ નવો ઓપ આપવામાં આવ્યો છે. સ્વર્ણ પ્રકલ્પ અંતર્ગત રાજધાનીની બોગીમાં અત્યાધુનિક બદલાવ કરવામાં આવ્યા છે. પ્રત્યેક ૫૦ લાખ રૃપિયાનો ખર્ચ કરવામાં આવેલી આ બોગીમાં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

રેલવે મંત્રાલયે શતાબ્દી, રાજધાની એક્સપ્રેસમાં અમુક બદલાવ કરવા માટે સ્વર્ણ પ્રકલ્પની જાહેરાત કરી છે. આ પ્રકલ્પ અંતર્ગત શતાબ્દી એક્સપ્રેસ બાદ હવે રાજધાની એક્સપ્રેસના ઇન્ટિરિયરમાં  બદલાવ કરવામાં આવશે. રાજધાનીના તમામ ડબામાં બાહ્ય ભાગ વિશેષ રંગથી રંગવામાં આવ્યો છે. જેના લીધે ડબા પર ધૂળ જમા થશે નહીં અને સ્વચ્છ દેખાશે. આ ઠેકાણે વિશિષ્ટ પદ્ધતિથી ડિઝાઇન કરેલી વિનેલની જોડ આપી છે. પ્રવેશદ્વાર, પ્રસાધનગૃહ, સીલિંગને પણ નવા રંગ આપવામાં આવ્યા છે.

પ્રવાસીઓની સુરક્ષા માટે આ ડબામાં સીસીટીવી કેમેરા તો બેસાડવામાં આવ્યા છે. આ ઉપરાંત નાઇટ લેમ્પ પણ બેસાડાયા છે. જેથી ચોરીના બનાવો પર અંકુશ આવે. રાજધાનીમાં કૂલ ૨૩ બોગીને સ્વર્ણ પ્રકલ્પ અંતર્ગત નવો ઓપ અપાયો છે. તેમ જ રેલવે પ્રવાસમાં આપવામાં આવતી સેવા, સુવિધા અને સુરક્ષા સંદર્ભે તમામ માહિતી બોર્ડ પર દેખાશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વગેરેના ચિત્ર પણ રાકવામાં આવ્યા છે.

આ વિવિધ બદલાવ માટે પ્રત્યેક ડબા પાછળ અંદાજે પચાસ લાખ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની સેવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની નિમણૂક કરાઈ છે. પ્રવાસીઓને ભોજન માટે વિમાનમાં ફૂડ ટ્રોલી જેવી ટ્રોલી અપાઈ છે. આ સુવિધાને લીધે પ્રવાસી સેવાનો દરજ્જો વધારવામાં સહાય થશે એવો મત પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર મુકુલ જૈને વ્યક્ત કર્યો હતો.

સ્વર્ણ પ્રકલ્પ અંતર્ગત ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં પણ આવા બદલાવ કરવામાં આવશે. ગુરુવારથી પહેલી અત્યાધુનિક રાજધાની એક્સપ્રેસ સેવામાં આવી હોવાથી માર્ચ સુધીમાં રાજધાની અને ઓગસ્ટ ક્રાન્તિની પાંચ ટ્રેનને આધુનિક ઓપ આપીને પ્રવાસી સેવામાં દાખલ કરાશે.

Post Comments