Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં રેલવેને લક્ષ્ય બનાવી હુમલો થઈ શકે

- ગુપ્તચર ખાતાએ આપેલી ચેતવણી

(પ્રતિનિધિ દ્વારા)મુંબઈ,તા.૨૦ સોમવાર 2017

કાનપુર અને ભોપાલ રેલવેમાં થયેલાં ગંભીર અકસ્માત બાદ આતંકવાદી સંગઠન મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત કરવાના પ્રયત્નો કરે એવી શક્યતા ગુપ્તચર યત્રણાએ વર્તાવી છે. ત્યારબાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે
.
ગુપ્તચર યંત્રણાએ આપેલાં અલર્ટ બાદ મહારાષ્ટ્ર પોલીસે રેલવેને પત્ર લખીને સુરક્ષા વધારવાનું જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં હાઈ અલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે. ગુપ્તચર યંત્રણાના મતે આતંકવાદી સંગઠનો એક ભીષણ અકસ્માત કરવાના ષડયંત્રની તૈયારીમાં છે. ભિક્ષુક અથવા તો વિક્રેતાના વેશમાં આતંકવાદી આ કામને અંજામ આપે એવી શક્યતા વર્તાવાઈ છે.

મહારાષ્ટ્ર પોલીસે આ સંદર્ભે રેલવેને પત્ર લખી સુરક્ષા વધારવાનું જણાવ્યું છે, જેમાં રેલવે સ્ટેશન અને ટ્રેક પર પેટ્રોલીંગ વધારવાનું, ભિક્ષુક, વિક્રેતાં અને અસામાજીક તત્વો પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ  મુંબઈ અને આસપાસના પરિસરમાં રેલવે ટ્રેક પર સામાન, પથ્થર અથવા તો જીલેટીન સ્ટીક બેસાડી ગંભીર અકસ્માત કરવાના પ્રયત્નો કરાયા હતા. રેલવે કર્મચારીઓની સતર્કતાને લીધે તમામ અકસ્માતો કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. હવે ગુપ્તચર વિભાગે રેલવેને અલર્ટ કર્યું છે.

Post Comments