Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારનેર બળાત્કાર-હત્યા પ્રકરણમાં ત્રણેય દોષીને ફાંસીની સજા

- અહમદનગરમાં ૨૨ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ નરાધામોએ સ્કૂલથી ઘરે આવી રહેલી સગીરા પર બળાત્કાર ગુજારી તેની હત્યા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

અહમદનગર જિલ્લામા પારનેરમાં સગીરા પર બળાત્કાર અને હત્યા કર્યાના પ્રકરણમાં ત્રણ આરોપીઓને આજે મૃત્યુ દંડની સજા અહમદનગર સેશન્સ કોર્ટે ફટકારી હતી.

કોર્ટે ૩૫ વર્ષના સંતોષ વિષ્ણુ લોણકર, ૩૦ વર્ષના મંગેશ દત્તાત્રય લોણકર અને ૨૭ વર્ષના દત્તાત્રેય શિંદે બળાત્કાર અને હત્યા સહિત છ આરોપમાં દોષી જણાઈ આવ્યા હતા. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આરોપીને મૃત્યુ દંડની શિક્ષા આપવાની માગ કરી હતી. આખરે કોર્ટે ત્રણેય દોષીને ફાંસીની સજા ફટકારી હતી.

૨૨ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ત્રણેયે સ્કૂલથી ઘરે જઈ રહેલી સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કરીને તેની ૈહત્યા કરી હતી. આ ત્રણેય બાઇક પર પીછો ક રીને સગીરને અટકાવી હતી. ત્યારબાદ તેના મોંમા કપડુ દબાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાનું ગુંગળાઈને મૃત્યુ થયું હતું. તે જ દિવસે સાંજના સગીરાનો મૃતદેહ ચારીના પૂલ નીચે મળી આવ્યો હતો.

આ ઘટના બાદ બીજે જ દિવસે પોલીસે સંતોષની પારનેર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ ચોથા દિવસે બાકીના બેની ધરપકડ કરી હતી. પારનેર પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ લૈંગિક અત્યાચાર પ્રતિબંધક કાયદો, બળાત્કાર, હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ૧૮ નવેમ્બરના ૨૦૧૪ના રોજ સેશન્સ કોર્ટમાં આરોપી વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું હતું. સરકારી પક્ષ તરફથી વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કેસ લડયો હતો.
 

Post Comments