Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાંઈની પાદુકાના પ્રવાસના વિરોધમાં શિરડીમાં ગ્રામજનો બેમુદત ઉપવાસ પર

- ટ્રસ્ટી મંડળે માગણી સામે નહીં ઝુકીને ગુજરાતનો પ્રવાસ શરૃ કર્યો

મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

સાંઈની સમાધિની શતાબ્દિ નિમિત્તે દેશભરમાં ભાવિકોના દર્શન માટે સંસ્થાનના ટ્રસ્ટી મંડળે સાંઈ પાદુકાનો પ્રવાસ શરૃ કર્યો છે, આની સામે વાંધો ઊઠાવીને સાંઈ મંદિરની બહાર પાદુકા લઈ જવામાં આવે નહીં એવી માગણી કરીને શિરડીના ગ્રામજનો મંગળવારથીી બેમુદત ઉપવાસ પર ઊતર્યા છે. સ્થાનિક ગ્રામજનોના વિરોધ સામે નહીં ઝુકીને સંસ્થાને સાંઈ પાદુકાને ગુજરાત પ્રવાસ પર મોકલી હોવાનો આરોપ આંદોલનકારીઓએ કર્યો છે.

૨૦૧૮માં સાંઈ સમાધીનું શતાબ્દિ વર્ષ છે. ગત એક ઓક્ટોબરે રાષ્ટ્રપતિના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે દેશભરના ભાવિકો સાંઈ પાદુકાના દર્શન કરી શકે એ હેતુસર પાદુકા શિરડીની બહાર લઈ જવાનો ઠરાવ સંસ્થાનના અધ્યક્ષ ડો. સુરેશ હાવર અને તેમના ટ્રસ્ટી મંડળે લીધો હતો. શરૃઆતમાં ભાવિકો અને ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું હતું. સાંઈ પાદુકા માટે બનાવાયેલા ખાસ રથની પૂજા માટે શિરડીના કેટલાંક પ્રતિષ્ઠિત નાગરિકો પણ હાજર હતા. ગોવા, દિલ્હી પાદુકાના પ્રવાસ પણ થયા હતા. ત્યાર બાદ ઓચિંતાનું આ નિર્ણય સામે વિરોધ જાગ્યો હતો. શિરડીકરોમાાં બે જૂથ પડી ગયા હતા. શિરડી ટ્રસ્ટ મંડળોની મોજમજા માટે જ પાદુકા શિરડીની બહાર લઈ જવાનો ઘાટ હોવાનો આરોપ કરીને તાત્કાલિક પાદુકાના પ્રવાસને રદ કરવાની માગણી માજી સરપંચ મુકુંદરાવ સહિતના લોકોએ કરી હતી

Post Comments