Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીને પ્રતિસ્પર્ધી માનવા માંડયા છે

- ગુજરાત ચૂંટણી પ્રચાર

- ઉધ્ધવ ઠાકરેએ ફરી વાર ભાજપની ટીકા કરી

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

રાહુલ ગાંધીએ મંદિરમાં જઈને પૂજા કરી એનો ભાજપને ઘણોજ ગુસ્સો આવ્યો છે. ખરૃં એટલે રાહુલ ગાંધીએ મંદિરમાં ગયા એનું  ભાજપે  સ્વાગત કરવું જોઈતું હતું. રાહુલનું  મંદિરમાં જવું  આ એક રીતે હિંદુત્વવાદની જીત છે અને બનાવટી સેક્યુલરીસ્ટોથી રાહુલ ગાંધી કોંગ્રેસને સાદા હિંદુત્વ તરફ લઈ જતા હશે તો સંઘ પરિવારે  રાહુલ ગાંધીનો 'રેશીમ  બાગ'માં સત્કારકરવો જોઈએ. રાહુલનું  અધ્યક્ષ બનવું એટલે ઔરંગઝેબની વહીવટ હોવાની ટીકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી એનો અર્થ મોદી આ રાહુલને પોતાના કન્ટેસ્ટન્ટ માનવા માંડયા છે.  આવા સણસણતા શબ્દોમાં  શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ આજના સામના આ શિવસેનાના મુખપત્રના તંત્રી લેખ દ્વારા પ્રહાર કર્યા છે.

ઔરંગઝેબનું  રાજ્ય આ શીર્ષક હેઠળ 'સામના'ના આજના તંત્રીલેખમાં  તેની ઉધ્ધવ ઠાકરેએ લખ્યું છે કે  કોંગ્રેસમાં  વેરાવાદ હોવાની ટીકા  ભાજપે  શરૃ કરી છે. રાહુલ ગાંધી  આ મંદિરમાં  ગયા અને પૂજા કરી એનો પણ ભાજપે   સંતાપ આપ્યો છે સાચુ કહેવા જઈએ તો ભાજપે  રાહુલ ગાંધીના મંદિરમાં જવાના પેંતરાનું સ્વાગત કરવું જોઈતું હતું.

ઔરંગઝેબનું રાજ્ય કરીને ભાજપે એક રીતે રાહુલ ગાંધી નેતૃત્વ કરવા સક્ષમ છે.  અને રાહુલ આ મોદીના કન્ટેસ્ટન્ટ  છે એ માન્ય કર્યું હોવાનું જણાય છે.  વડા પ્રધાન મોદીના મનમાં  ઔરંગઝેબના  વહીવટ પ્રત્યે ઘણો જ સંતાપ અને ગુસ્સો હશે તો   તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને આદેશ આપવા  અને મહારાષ્ટ્રમાંના ઔંરંગઝેબ, અફઝલખાનની કબર ખોદીને  ધ્વસ્ત કરી નાંખવી. આજે આ કબરો તીર્થસ્થાનોમાં  ફેરવાઈ ગયા હોવાનુ ં  દેખાઈ આવે છે. જે સંસ્કૃતિના  વિરોધી છે.  

મુઘલ વહીવટ એટલે ક્રૂરતાની હદ હતી.  સત્તા અને સિંહાસનમો મુઘલ રાજા અને યુવરાજોએ  આપણા પોતાના બાપને, પરિવારના પીઢ સભ્યોને   બેદિવાન બનાવ્યા હતા. એમનો અવાજ હંમેશા માટે દબાવી  નાંખ્યો હતો અને સિંહાસનો  હિચકાવી લીધા હતા.  મુઘલોની વહિવટ  માત્ર કોંગ્રેસ પાર્ટીમાં જ નહીં  પણ કોઈપણ પાર્ટીઓમાં રહેવી ના જોઈએ. રાહુલ ગાંધી શું કરે છે એ તરફ બધાનું ધ્યાન  છે, એમ પણ પ્રતિક્રિયા ઉધ્ધવ ઠાકરેએ 'સામના'માંથી વ્યકત કરીને પોતાની ભાવનાઓ  ઠાલવી હતી.

Post Comments