Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝાકીર નાઈક સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડવાનો આદેશ

- વધુ એક વિશેષ કોર્ટનો

- વારંવાર સમન્સ પાઠવ્યા હોવા છતાં હાજરી નહીં આપતાં એનઆઈએ કોર્ટનો નિર્દેશ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈક સામે વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે  ગયા સપ્તાહે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર  પાડયા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કોર્ટે પણ આજે  આતંકવાદના કેસમાં બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડયો છે.
 
એનઆઈએએ નાઈક સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ (અટકાવવા) કાયદા હેઠળ ગયા વર્ષે કેસ નોંધ્યો હતો. એનઆઈએએ કોર્ટને જણાવ્યુંહતંય કે ત્રણવાર સમન્સ મોકલ્યા હોવા છતાં તે હાજર થયો નથી અને આતી તેને ભારત પાછો લાવવા ઈન્ટરપોલની મદદની જરૃર છે. વિશેષ જજ વી.વી. પાટીલે નાઈક સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડવા જણાવ્યું હતું.
 
અગાઉ ઈડીએ નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ)ની રૃ.૧૮.૩૭ કરોડની મિલકતને ટાંચ માર્યા બાદ  બિનજામીનપાત્ર વોરન્ટ માટે પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી. એજન્સીએ પીએમએલએ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવાયું હતું કે નાઈક સહકાર આપતો નથી અને વારંવાર સમન્સ મોકલાવ્યા છતાં હાજર થતો નથી.
 
ભારત યુએઈ સાથે પ્રત્યાર્પણના કરાર ધરાવે છે અને હાલ નાઈક યુએઈમાં છે અને કોર્ટને તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડવાની સત્તા છે, એમ ઈડીના વકીલે જણાવ્યું હતું.
 
નાઈકે ઈડી સાથે વિડિયો કોન્ફરન્સિંગ અથવા પ્રશ્નપત્ર દ્વારા જવાબ આપવાની તૈયારી બતાાવી હતી પણ એજન્સી આ માાટે તૈયાર નથી અને જણાવ્યું હતું કે આથી ખોટો દાખલો બેસશે. અમુક સવાલોના જવાબ તે જ આપી શકે છે આથી તેની હાજરી જરૃરી છે, એમ ઈડીએ જણાવ્યું હતું.

Post Comments