Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિર્ડીના સાંઇબાબાના ચરણે એનઆરઆઈ ભક્તે ૧૭ લાખ રૃપિયાનું દાન ચઢાવ્યું

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

શિર્ડીના સાંઇ બાબાના ચરણે ભક્તો તરફથી કરોડો રૃપિયાનું દાન કરવામાં આવતું હોય છે. અમેરિકામાં રહેતાં એક એનઆરઆઈ ભક્તે સાંઇબાબાની દાનપેટીમાં ૨૫ હજાર યુએસ ડોલર (અંદાજે ૧૭ લાખ રૃપિયા)નું દાન ચઢાવ્યું હોવાનું ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફિસર બાજીરાવ શિંદેએ જણાવ્યું હતું.

શ્રી સાંઇ બાબા સંસ્થાન ટ્રસ્ટના અન્નદાન યોજના માટે આ રકમ ભક્ત તરફથી જમા કરવામાં આવી છે. સીતા હરિહરન એવું દાન આપનાર મહિલાનું નામ છે. ગયા અઠવાડિયે કુંટુંબ સાથે શિર્ડી આવ્યાં હતા ત્યારે આ દાન કરવામાં આવ્યું હોવાનું બાજીરાવ શિંદેએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ પોસ્ટ ડેટેટ ચેકના માધ્યમથી મહિલા ભક્તે આ રકમ આપી હતી. આવનારા એપ્રિલ, જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં આ રકમથી અન્ય ભક્તોને મફતમાં ભોજન આપવામાં આવશે. નોર્થ કેરોલિનામાં રહેતી સીતા હનિરહરને જણાવ્યું હતું કે આ રકમ મારી નથી. સાંઇબાબાની જ છે. જેના લીધે આને દાન કઈ રીતે કહેવાય.

Post Comments