Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૂણેની હોસ્પિટલમાં ભારતમાં પ્રથમવાર ગર્ભાશયનું પ્રત્યારોપણ

- ૨૧ વર્ષીય યુવતી ગર્ભાશય વગર જન્મી હતી : માતો આપ્યું દાન

પૂણે, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
પૂણેની એ ક હોસ્પિટલમાં ગુરુવારે સોલાપુર જિલ્લાની એક મહિલાના ગર્ભાશય પ્રત્યારોપમનું જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભારતમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દાતા મહિલાનું ગર્ભાશય કાઢવામાં આવ્યું હતું. લેપ્રોસકોપિક ટેક્નિક દ્વારા દાતા મહિલાનું ગર્ભાશય કાઢવામાં આવ્યું હતું અને પ્રાપ્તકર્તા મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં ૮થી વધુ કલાક થયા હોવાનું જાણવા મળ્યું હતું.
 
૨૧ વર્ષીય યુવતીને જન્મથી જ ગર્ભાશય હતું નહીં, આથી તેની માતાના ગર્ભાશયનું સન્સપ્લાન્ટ કરવા અગાઉ લોહીનો પુરવઠો મોકલનારી રક્તવાહીનીઓને જોડવામાં અમારે ખૂબ જ સાવચેત રહેવું પડયું હતું. હોસ્પિટલના ડિરેક્ટરે કહ્યું હતું કે સર્જરીની તૈયારી એક વર્ષથી ચાલી રહી હતી.
 
સોલાપુરની ૪૧ વર્ષીય માતો પુત્રીને આપેલા ગર્ભાશયના દાનથી તેની પુત્રી માતા બની શકશે. માતામાંતી ગર્ભાશય કાઢવાની પ્રક્રિયા 'કી હોલ સર્જરી' દ્વાર અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઓપન સર્જરી દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયામાં નવ કલાક થયા હતા તેવું જાણવા મળ્યુ ંછે.
 
ઓપરેશન પછી દાતા મહિલા અને ગર્ભાશય સ્વીકારનારી યુવતીની તબિયત સારી હતી. જોકે આગામી ૪૮ કલાક સુધી નીરીક્ષણ રાખવું જરૃરી છે તેવું ડિરેક્ટરોએ કહ્યું હતું. 

Post Comments