Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવાદાસ્પદ નિવેદન બદલ હેમા માલિની વિધાનસભ્ય સામે માનહાનિનો દાવો કરશે

- ધર્મેન્દ્ર તો બચુ કડૂને મારવાના હતા એમ અભિનેત્રીએ જણાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
અભિનેત્રી અને ભાજપની મથુરા મતવિસ્તારની સાંસદ હેમા માલિનીએ પોતાના વિશે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ મહારાષ્ટ્રના અપક્ષ વિધાનસભ્ય બચ્ચુ કડુ સામે માનહાનિનો દાવો કરવાનું નક્કી કર્યું છે.
 
અભિનેત્રી રોજ બંપર દારૃ પીવે છે પણ હજી તેમણે આત્મહત્યા કરી નથી, એવું નિવેદન કરવા બદલ બચ્ચુ કડુએ કર્યું હતું. આ નિવેદન બદલ ધર્મેેન્દ્ર મારવાના હતા, એમ પણ અભિનેત્રીએ જણાવ્યું હતું.
 
હેમા માલીનીએ પોતે પહેલાં તો પ્રતિસાદ નહીં આપીને કડૂને પ્રસિદ્ધી નહીં આપવાધું વિચાર્યું હતું, પણ તેમના નિકટવર્તીઓએ આ મામલે પાઠ ભણાવવાનું જણાવ્યું હતું. આથી વકીલ સાથે ચર્ચા કરીને કડૂ સામે માનહાનિનો દાવો કરવાની તૈયારી ચાલુ છે. કડૂએ જાહેરમાં માફી માગવી પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
 
ખેડૂતો દારૃ પીને આત્મહત્યા કરતા હોય છે, એ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કડૂએ અભિનેત્રીનો દાખલો આપ્યો હતો. વાત વણસી જશે એવું હોવાનું જણાતાં કડૂએ વાત વાળવાનો પ્રયાસ કરીને જણાવ્યુંહતું કે 'હેમા માલિનીની ફિલ્મો પોતે ઘણી જોવે છે અને ફિલ્મોમાં તેઓ દારૃ પીતા હોવાથી મેં તેમનો દાખલો આપ્યો હતો.'

Post Comments