Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચંદ્રપુરમાં વિકરાળ વાઘે મહિલાને ફાડી ખાધી : દીપડાનાં હુમલામાં ચાર ઘાયલ

- જંગલમાં વાઘનું બચ્ચુ મૃત હાલતમાં મળ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
મહારાષ્ટ્રના નક્સલવાદીગ્રસ્ત ચંદ્રપુરના જંગલમાં વિકરાળ વાઘે આઘેડ વયની મહિલાને ફાડી ખાધી હતી. જ્યારે બીજી ઘટનામાં ગામમાં ઘૂસી ગયેલા દીપડાના હુમલામાં ચાર ગ્રામજનો જખમી થયા હતા.
 
વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરીના જંગલમાં ગઇકાલે તેંદુપત્તા વિણવા માટે ગયેલી શિરસાગર ઠાકરે (૫૨) નામની મહિલા ઉપર ઝાડીમાં સંતાઇને બેઠેલા વાઘે તરાપ મારી હતી અને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી હતી.
 
ગયા અઠવાડિયે  ચંદ્રપુરના અંધારી ટાઇગર રિઝર્વમાં આગ લાગે તો તરત જાણ કરવાની ફરજ બજાવતા ૪૫ વર્ષના ફાયર-વોચરને વાઘે મારી નાખ્યો હતો. આ શખસ જંગલમાં કુદરતી હાજતે ગયો હતો ત્યારે વાઘે જીવલેણ હુમલો કર્યો હતો.
 
બીજી ઘટનામાં બ્રહ્માપુરી ફોરેસ્ટ રેન્જમાં આવેલા મનેમોહાડી ગામમાં ગઇકાલે એક દીપડો ઘૂસી ગયો હતો. તેને પાછો જંગલમાં ભગાડવા માટે ગામલોકોએ ઉહાપોહ મચાવતા ગભરાયેલા દીપડાએ હુમલો કરતા ચાર ગ્રામજનો ઘાયલ થયાહતા. ચારેયને મસાલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.
 
દરમિયાન બ્રહ્માપુરીના જંગલમાં જ ગઇકાલે વાઘનું બચ્ચુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. બે મહિનાના વાઘબાળને પોસ્ટ-મોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે.
 

Post Comments