Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માજી સૈનિક, તેની પત્ની, પુત્ર, પુત્રીની કરપીણ હત્યાથી અહમદનગરમાં ચકચાર

- ચોરી કે લૂંટ થઇ નથી પૂર્વ વૈમન્સ્યને લીધે હત્યા થઇ છે કે કેમ એની તપાસ શરૃ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.18 જૂન, 2017, રવિવાર
 
માજી સૈનિક, તેની પત્ની, પુત્ર, પુત્રીની ઘરમાં ઘૂસી નિર્દયપણે હત્યા કરાતા અહમદનગરમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. પૂર્વ વૈમન્સ્યને લીધે ચાર જણની કરપીણ હત્યા કરાઇ હોવાનું કહેવાય છે. જોકે હાલ પોલીસ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી.
 
શેવગાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર હાટેકરે જણાવ્યું હતું કે અહમદનગર સ્થિત શેવગાવ ખાતે વિદ્યાનગરમાં રહેતા આપ્પા સાહેબ ગોવિંદ હરવણે (ઉ.વ.૫૦) લશ્કરમાંથી નિવૃત્ત થઇ ગયા હતા. તેમની મોટી પુત્રી સંગમનેરની કોલેજમાં અભ્યાસ કરે છે. અને ત્યાં જ રહેતી હતી.
 
ગઇકાલે રાતે હરવણે તેના પરિવાર સાથે ઘરમાં સૂતા  હતા. ત્યારે અજાણ્યો આરોપી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે ધારદાર શસ્ત્રના ઘા ઝીંકી આપ્પા સાહેબ તેની પત્ની સુનંદા (ઉ.વ.૪૫) પુત્રી સ્નેહલ (ઉ.વ.૨૧) પુત્ર મકરંદ (ઉ.વ.૧૪)ની કરપીણ હત્યા કરી હતી. આજે સવારે આઠ વાગ્યે આ કમકમાટીભરી ઘટનાની પાડોશીઓને જાણ થઇ  હતી.
 
પોલીસે તપાસ કરતા પતિ, પત્ની અને પુત્રની લાશ હૉલમાં અને પુત્રીને મૃતદેહ બેડરૃમમાં મળી આવ્યો હતો. મૃતકના ઘરમાંથી લૂંટ કે ચોરી થઇ નથી. હાલ પોલીસ દરેક  શક્યતાને ધ્યાનમાં કેસની તપાસ કરી રહી છે.

Post Comments