Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્ર વિધાનપરિષદની એક બેઠક માટે આજે વિધાનપરિષદની પેટાચૂંટણી

- ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડની જીત નિશ્ચિત કોંગ્રેસના 'ચમત્કાર' થવાની આશા

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

મહારાષ્ટ્ર વિધાનપરિષદની એક બેઠક માટે  આવતી કાલે, ગુરૃવાર ૭ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પેટાચૂંટણી ભારત ચૂંટણી પંચ તરફથી  યોજવામાં આવી છે અન વિધાનમંડળના પ્રધાન   સચિવ ડૉ.અનંત કળસેના માર્ગદર્શન હેઠળ  ઋતુરાજ  કુડતરકર ચૂંટણી અધિકારી તરીકે  બધી પ્રોસેસ  પૂર્ણ કરવા માટે સજ્જ થઈ ગયા છે. ભાજપ-શિવસેના યુતિના પ્રસાદ લાડનો આ પેટા ચૂંટણીમાં   જીત પાકી માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસના દિલીપ માને 'ચમત્કાર'ની અપેક્ષા  રાખીને બેઠા હોવાનું  જાણવા મળે છે.

માજી મુખ્યપ્રધાન નારાયણ રાણેએ રાજીનામું  આપવાથી  વિધાનપરિષદની  એક બેઠક ખાલી થઈ હોવાથી ભારત ચૂંટણી પંચ તરફથી આવતીકાલે  પેટા ચૂંટણી માટે મતદાન લેવાઈ રહ્યું છે.

ગુરૃવાર, ૭ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે સવારે ૯થી સાંજે ૪ સુધી વિધાનસભાના ૨૮૮ સભ્યો  મતદાન માટે પાત્ર છે આ પેટા ચૂંટણીમાં ઉમેદવારને  જીતવા માટે ૧૪૫ મતોની જરૃર છે ત્યાં ભાજપના  ૧૨૨ અને શિવસેનાના ૬૩ તેમ જ અપક્ષો સાથે કુલ ૨૦૫ સભ્યોના મત પ્રસાદ લાડને  મળશે એવો દાવો ભાજપ તરફથી કરવામાં આવ્યો છે.  પ્રસાદ લાડ આ એનસીપીમાંથી  આવ્યા હોવાથી    તેઓ એનસીપીના પણ અમુક નમતો ખેંચી લાવશે,  એવું સૂત્રોનું માનવું છે.

દિલીપ માને આ કોંગ્રેસના માજી વિધાનસભ્યને આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ૪૨, એનસીપીના ૪૧, શેતકરી કામદાર પાર્ટી અને બહુજન વિકાસ આઘાડીના પ્રત્યેક ૩-૩ એમઆઈએમના ૨, સમાજવાદી, ભારિપ પાર્ટી અને સીપીએમના પ્રત્યેક ૧ એવા મતો મળવાની શક્યતા વર્તાય છે.
વિધાનસભાનું સંખ્યાબળ

ભાજપ

૧૨૨

શિવસેના

૬૩

કોંગ્રેસ

૪૧

એનસીપી

૪૧

શેકાપ

બવિઆ

એમઆઈએમ

અપક્ષ

સપા, રાસપા, મનસે, સીપીએમ મળીને

 ૪રાજ્યકક્ષાના પ્રધાન અર્જુન ખોતકરના મતદાન માટે સુપ્રીમ કોર્ટના 'આદેશ'ની પ્રતિક્ષા
દરમિયાન, શિવસેનાના ઉપનેતા અને રાજ્યકક્ષાના પ્રધાન અર્જુન ખોતકરની વિધાનસભા ઉપરની ચૂંટણી મુંબઈ હાઈ કોર્ટના ઔરંગાબાદ બેંચ તરફથી  રદ કરવામાં આવી છે. રાજ્યકક્ષાના પ્રધાન ખોતકર સુપ્રીમ કોર્ટમાં ગયા છે. સુપ્રીમ કોર્ટ તરફથી  ઔરંગાબાદ બેંચના ચુકાદાને  સ્ટે મળશે તો તેઓ આવતીકાલે મતદાન કરી શકશે, એવું જાણવા મળે છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે માજી નાયબ મુખ્યપ્રધાન છગન ભુજબળ અને એનસીપીના  સભ્ય રમેશ કદમ જેલમાંથી મતદાન કરવા માટે આવ્યા હતા.  અદાલતની પરવાનગી મળશે તો આવતીકાલે આ બન્ને મતદાન કરી શકશે, અલબત્ત ખોતકર, ભુજબળ અને કદમના  મત મળે ના મળે પરિણામ ઉપર  કોઈ અસર થવાનો નથી એવું નિષ્ણાતોનું માનવું છે.

Post Comments